TODAY: રાષ્ટ્રીયગીત વંદેમાતરમના રચયિતા બંકિમચંદ્ર ચટોપાધ્યાયની જન્મજયંતિ

બંગાળી ભાષાના પ્રમુખ સાહિત્યકારોમાંના એક કવિ-લેખક બંકિમચંદ્ર ચટોપાધ્યાયની આજે જન્મ જયંતિ છે.

TODAY : બંગાળી ભાષાના પ્રમુખ સાહિત્યકારોમાંના એક કવિ-લેખક બંકિમચંદ્ર ચટોપાધ્યાયની આજે જન્મ જયંતિ છે. બંકિમચંદ્ર ચટોપાધ્યાનો જન્મ 26 જુન 1838માં બંગાળી પરીવારમાં થયો હતો. બંકિમચંદ્રજીએ પોતાના જીવનકાળાં ઘણી નવલકથાઓની રચના કરી હતી. જેમાંની એક ઘણી પ્રખ્યાત કૃતિ એટલે આનંદમઠ. આનંદમઠ નામની કૃતિમાં જ બંકિમચંદ્ર ચટોપાધ્યાએ વંદે માતરમ ગીત લખ્યું હતું. આ વંદેમાતરમ ગીતને પછી ભારતના રાષ્ટ્રીય ગીત તરીકે સ્વિકારમાં આવ્યું હતું.

TODAY: બંકિમચંદ્ર ચટોપાધ્યાયે BA કર્યું અને ત્યાર બાદ કાયદાની ડિગ્રી મેળવી હતી. તેઓ એક સાહિત્યકારની સાથે એક સરકારી અધિકારી પણ હતા. બંકિમચંદ્ર ચટોપાધ્યાય 1891માં નિવૃત થયા. તેમની પ્રથમ કૃતિ દૂર્ગેશનંદિની હતી. ત્યાર બાદ કપાલકુંડલા અને આનંદમઠની રચના પણ તેમણે કરી હતી. આનંદમઠમાં લખાયેલા વંદેમાતરમ ગીતનો જાદુ એવો ચાલ્યો હતો કે આ ગીત સમગ્ર દેશમાં રાષ્ટ્રવાદનું પ્રતિક બની ગયું હતું. રવીન્દ્રનાથ ટાગોરે આ વંદેમાતરમ ગીત માટે ધૂન તૈયાર કરી હતી ત્યાર બાદ વંદે માતરમની લોકપ્રિયતા ઝડપથી વધવા લાગી હતી.

આજે બંકિમચંદ્ર ચટોપાધ્યાયની જન્મ જયંતિ નિમિત્તે દેશવાસી તેમની કૃતિઓ અને રચનાઓને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *