
150th Birth Anniversary of Maharishi Aurobindo : મહર્ષિ અરવિંદની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિતે પ્રવાસ નું આયોજન
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર હસ્તકની કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત મહર્ષિ અરવિંદની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે જિલ્લાકક્ષા અને રાજ્યકક્ષાએ વયજૂથ ૧૫ થી ૧૯ વર્ષ સુધીના અને ૨૦ થી ૩૫ વર્ષ સુધીના સ્પર્ધકો માટે વકતૃત્વ, નિબંધ અને ચિત્રકલાની સ્પર્ધાઓ યોજાઈ હતી જેમાં ગુજરાત સરકારશ્રી ધ્વારા ઉક્ત સ્પર્ધાના રાજ્યકક્ષાના ટોપ ટેન વિજેતાઓને પોંડીચેરી સ્થિત મહર્ષિ અરવિંદના આશ્રમની મુલાકાત અર્થે તા.8/6/2023 થી તા14/6/2023 દરમિયાન 7 દિવસીય પ્રવાસે લઈ જવામાં આવ્યા હતા
150th Birth Anniversary of Maharishi Aurobindo
150th Birth Anniversary of Maharishi Aurobindo : જેમાં ટીમ કચ્છ વતીધારાબેન બારમેડા – રવાપર , એડ. રોનિતભાઈ શાહ – વર્ધમાન નગર (ભુજ ) અને પ્રિન્સીબેન ગોસ્વામીએ સુખપર કચ્છ વતી પ્રતિનિધિત્વ કરેલું જેમાં સુશ્રી તેજલબેન ચૌહાણ, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી- ગાંધીનગર, સુશ્રી મિતાબેન ગવલી, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી- ભરૂચ, સુશ્રી અમૃતાબેન ગામિત, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી- તાપી, શ્રી યોગેશ મોદી, પ્રાંત યુવા વિકાસ અધિકારીશ્રી- ખેડા(નડીઆદ) તેમજ શ્રી જિગર રાણાના દેખરેખ હેઠળ સ્પર્ધકોને લઈ જવામાં આવ્યા હતા માંડવીના દિનેશભાઇ શાહે જણાવ્યું હતું.