
Biporjoy Cyclone : બિપોરજોય વાવાઝોડું 15 જૂને ગુજરાતના દરિયા કાંઠે ટકરાય તેવી શક્યતાઓ, કચ્છના જખૌ અને નારાયણ સરોવરની આસપાસ વાવાઝોડું લેન્ડ ફોલ કરી શકે છે.
Biporjoy Cyclone : ભયંકર બિપોરજોય વાવાઝોડું ઉત્તર તરફ આવી રહ્યું છે ત્યારે ગુજરાતમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ ચક્રવાતને લઈ સૌથી મોટી અપડેટ સામે આવી છે, બિપરજોય વાવાઝોડું 15 જૂને ગુજરાતના દરિયા કાંઠે ટકરાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.
14 જૂનથી વાવાઝોડાની ગતિ ઓછી થવાની સંભાવના
Biporjoy Cyclone : કચ્છના જખૌ અને નારાયણ સરોવરની આસપાસ વાવાઝોડું લેન્ડ ફોલ કરી શકે છે તેમજ 15 જૂને રાત્રે પાકિસ્તાનના કરાંચી અને જખૌ વચ્ચે ટકરાશે. 14 જૂને બિપરજોય દ્રારકાના દરિયામાં સ્થિર જોવા મળશે અને દ્વારકાથી 300 કિમી દૂર દરિયામાં વાવાઝોડું થોડા સમય માટે સ્થિર થશે. વિગતો મુજબ મંગળવારે સાંજે દ્વારકાથી 300 કિમી દૂર જમણી તરફ વાવાઝોડું કચ્છ તરફ વળાંક લેશે અને 14 જૂનથી વાવાઝોડાની ગતિ ઓછી થવાની સંભાવના છે.
Biporjoy Cyclone : મંગળવારે વાવાઝોડની ગતિ અતિભારેથી ભારેમાં પરિવર્તિત થશે અને મંગળવારે સાંજે બિપરજોયની ગતિ 140 કિમી પ્રતિ કલાકની થાય તેવી શક્યતાઓ છે. બિપરજોય કચ્છમાં જમીન તરફ આવશે ત્યારે ગતિમાં ઘટાડો થવાની સંભાવના છે. કચ્છના જખૌમાં 120 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. બિપરજોયની રાજસ્થાનના જોધપુર સુધી અસર જોવા મળશે.

Biporjoy Cyclone : માંડવી બંદરે 10 નંબરનો સિગ્નલ લગાવાયો
વાવાઝોડાની સંભવિત અસર વધતા માંડવી બંદરે સાવચેતીના પગલા ના ભાગરૂપે 10 નંબરનો સિગ્નલ લગાવાયો છે.