
MANDVI: માંડવી બંદર ખાતે 4 નબરનું સિગ્નલ લગાવાયું, તંત્ર ને એલર્ટ કરાયો
સંભવીત વાવાઝોડાને લઈન કચ્છ પ્રશાસન સજ્જ થયું છે. જખૌ બંદર પર માછીમારોની તમામ બોટો પરત બોલાવી લેવાઈ છે. માછીમારોએ પોતાની બોટ કિનારે લાંગરી દીધી છે.
તંત્ર દ્વારા કાંઠા વિસ્તારના ગામોમાં જરૂર સૂચનો આપવામાં આવી છે. તેમજ માંડવી મામલતદાર કચેરીએ પ્રાંત અધિકારી દ્વારા વાવાઝોડા સંદર્ભે બેઠક યોજવામાં આવી હતી.
‘બિપરજોય’ વાવાઝોડાંની માંડવી દરિયા કિનારે અસર વર્તાશે તેવી આગાહી વચ્ચે માંડવી પ્રાંત અધિકારી ચેતનભાઇ મિસળ દ્વારા સંભવિત અધિકારીઓની ઉપસ્થિતિમાં સાવચેતીના પગલા સંદર્ભે બેઠકનું આયોજન કરાયું હતું. માંડવી બંદર ખાતે પણ 4 નબરનું સિગ્નલ લગાવાયું છે.

MANDVI માંડવી બીચ 12 જૂન સુધી સદંતર બંધ કરાયો

અરબી સમુદ્રમાં ઉદભવેલું બિપરજોય વાવાઝોડુંની શક્યતાને પગલે માંડવી બીચને 9થી 12 તારીખ સુધી સદંતર બંધ કરાયો છે. દરિયાકિનારા પર ખાણીપીણી સહિતનો વેપાર કરતા લોકોને માલસામાન સાથે ત્યાંથી સ્થાનાંતર થવા તંત્રએ સૂચના આપી દીધી છે. આ ઉપરાંત કચ્છ વહીવટી તંત્ર દ્વારા જિલ્લાનાં તમામ નાનાં-મોટાં સાતેય બંદર પર બહાર લોકોની અવરજવર બંધ કરાવી છે. આગળની સૂચના ના મળે ત્યાં સુધી દરિયાકિનારા પર પ્રવેશ પ્રતિબંધ કરાયો છે.
શાળા પ્રવેશોત્સવ હાલ પૂરતો મોકૂફ
રાજ્યમાં બિપારજોય વાવાઝોડાની સંભવિત વ્યાપક અસરને અનુલક્ષીને દરીયા કિનારાના 6 જિલ્લાઓ દ્વારકા, પોરબંદર, કચ્છ, મોરબી, જામનગર અને જૂનાગઢમાં શાળા પ્રવેશોત્સવ હાલ પૂરતો મોકૂફ રાખવાનો મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નિર્ણય કર્યો છે.
રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ આ શાળા પ્રવેશોત્સવ હવે ત્રણને બદલે બે દિવસ એટલે કે 12 અને 13 જૂનના દિવસો એ યોજાશે.
“બિપરજોય” વાવાઝોડા સંદર્ભે કચ્છ જિલ્લા તથા તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત કરાયા
નાગરિકો વાવાઝોડાની કોઈપણ આકસ્મિક પરિસ્થિતિ સમયે સંપર્ક કરીને મદદ માંગી શકશે
ભારતીય હવામાન વિભાગ દ્વારા સંભવિત વાવાઝોડા “બિપરજોય” અંગે આગાહી કરવામાં આવી છે. ત્યારે કચ્છ જિલ્લા કક્ષાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલરૂમ તેમજ તાલુકાઓમાં કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. વાવાઝોડાના સમયે સર્જાતી કોઇપણ પરિસ્થિતીને પહોંચી વળવા નાગરિકો નીચે મુજબના નંબર પર સંપર્ક કરી શકશે.
જિલ્લા કંટ્રોલરૂમ નંબર – ૦૨૮૩૨-૨૫૨૩૪૭, ૦૨૮૩૨-૨૫૦૯૨૩ તથા ભુજ તાલુકા કંટ્રોલરૂમ નંબર – ૦૨૮૩૨-૨૩૦૮૩૨, માંડવી- ૦૨૮૩૪-૨૨૨૭૧૧, મુંદરા – ૦૨૮૩૮-૨૨૨૧૨૭, અંજાર – ૦૨૮૩૬-૨૪૨૫૮૮, ગાંધીધામ- ૦૨૮૩૬-૨૫૦૨૭૦, ભચાઉ- ૦૨૮૩૭-૨૨૪૦૨૬, રાપર- ૦૨૮૩૦-૨૨૦૦૦૧, નખત્રાણા – ૦૨૮૩૫-૨૨૨૧૨૪, અબડાસા- ૦૨૮૩૧-૨૨૨૧૩૧, લખપત- ૦૨૮૩૯-૨૩૩૩૪૧ પર સંપર્ક કરવો.