
sky met : સ્કાઇમેટની આગાહી: ગુજરાતના દરિયાકાંઠે પવન ગતિ 110 પહોંચી શકે
સ્કાઈમેટના sky met જણાવ્યા અનુસાર, આવતીકાલથી ગુજરાતના દરિયા પટ્ટામાં પવનનો જોર વધશે તેમજ 80થી 90 કિમી પુર ઝડપે પવન ફુંકાશે તેમજ 12થી 15 જુન સુધી પવનની ગતિ 110 પહોંચી શકે છે
આવતીકાલથી ગુજરાતના દરિયા પટ્ટામાં પવનનો જોર વધશે: સ્કાઇમેટ
sky met : મોકા બાદ વધુ એક ચક્રવાત બિપોરજોય દેશના દરિયાકાંઠાના વિસ્તારો પર ખતરો ઊભો કરી રહ્યું છે. સ્કાઈમેટના જણાવ્યા અનુસાર, આવતીકાલથી ગુજરાતના દરિયા પટ્ટામાં પવનનો જોર વધશે તેમજ 80થી 90 કિમી પુર ઝડપે પવન ફુંકાશે. સ્કાઇમેટે વધુમાં જણાવ્યું કે, 12થી 15 જુન સુધી પવનની ગતિ 110 પહોંચી શકે છે. ચક્રવાતી તોફાન ‘બિપોરજોય’ની ઝડપ હજુ પણ વધે તેવી સંભાવનાઓ છે.
sky met : સ્કાઈમેટે શુ આગાહી કરીસ્કાઈમેટએ જણાવ્યું કે, વાવાઝોડામાં પવન પશ્ચિમ તરફ જઈ રહ્યો છે અને જે વાવાઝોડાની દિશા કરાંચી તરફ છે અને તે કરાંચી તરફ ધીરે ધીરે આગાળ વધી રહ્યું છે, જેના કારણે હવામાનમાં ફેરફાર થશે અને ટેમ્પ્રેચર પણ વધ-ઘટ થશે તેમજ ગુજરાતના કેટલાક વિસ્તારમાં હવામાનમાં પલટો આવશે. વધુમાં જણાવ્યું કે, જેના કારણે તટીય વિસ્તારોમાં આજ રાત્રેથી જ સામાન્ય વરસાદ પણ થઈ શકે છે.
વાવાઝોડાની કેટલીક એક્ટિવિટી આજ રાત્રેથી જ જોવા મળશેગુજરાતના દરિયા વિસ્તારમાં વાવાઝોડાની કેટલીક એક્ટિવિટી આજ રાત્રેથી જ જોવા મળશે અને મહારાષ્ટ્રના દરિયાઈ વિસ્તારમાં હવાની ગતિ 70થી 80 કિલો મીટર રહેશે તેમજ ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં આવતીકાલથી હવાની ગતિ વધશે. નલિયા, દ્વારકા, ઓખા અને વેરાવળ સહિતના કેટલાક વિસ્તારોમાં હવાની ગતિ આવતીકાલથી વધશે અને જેની ગતિ 80થી લઈ 120 કિમી સુધી રહી શકે છે તેમજ 12થી લઈ 15 તારીખ સુધી પવનની ગતિ વધશે તમે સ્કાઈમેટે જણાવ્યું છે.
કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં અસર જોવા મળશેવાવાઝોડાની અસર કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળશે તેમજ કેટલાક વિસ્તારમાં વરસાદ પણ થઈ શકે છે. સ્કાયમેટે વધુમાં જમાવ્યું કે, કરાંચીમાં આ વાવાઝોડુંનું ખતરો વધી ગયો છે.