
CM કૈલાસ માનસરોવરની યાત્રાની સહાયને લઇ મહત્વનો નિર્ણય કરાયો છે. પરિણામે યાત્રાએ જનારા ગુજરાતના યાત્રિકોને હવે રૂ. ૫૦ હજારની સહાય. ચુકવવામાં આવશે.કૈલાસ માનસરોવરની યાત્રાની સહાયને લઇ મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
કૈલાસ માનસરોવરની યાત્રાની સહાયને લઇ મહત્વનો નિર્ણય
કૈલાસ માન સરોવરની યાત્રાએ જતા ગુજરાતના યાત્રિકોને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી પ્રોત્સાહક સહાયની રકમમાં વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય CM મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લેવામાં આવ્યા છે.
23 હજારને બદલે હવે 50 હજાર રૂપિયા સહાય આપશે સરકાર CM મુખ્યમંત્રીએ કરેલા આ યાત્રી સુવિધાલક્ષી નિર્ણય અનુસાર કૈલાસ માન સરોવરની યાત્રાએ જનારા ગુજરાતના યાત્રિકોને યાત્રાળુ દીઠ અગાઉ અપાતી રૂપીયા ૨૩ હજારની પ્રોત્સાહક સહાયમાં વધારો કરીને હવેથી યાત્રાળુ દીઠ રૂ. ૫૦ હજાર સહાય અપાશે. જેને લઈને યાત્રાળુએ આ નિર્ણયને આવકારી બિરદાવ્યો છે.