
સરકાર દ્વારા ગોલ્ડ હોલમાર્કિંગ Hallmarking અંગે નવા નિયમ અનુસાર હવે ઘરમાં રાખવામાં આવેલા જુના ઘરેણાનું પણ હોલમાર્કિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે. જેને પરિણામે હવે તમે ઘરમાં રહેલા જુના ઘરેણા હોલમાર્ક ન કરાવો ત્યાં સુધી તેને વેચી શકતા નથી. આમ નવા નિયમ અનુસાર હવે ઘરમાં રાખવામાં આવેલા જુના ઘરેણાનું પણ હોલમાર્કિંગ Hallmarking ફરજિયાત કરવામાં આવ્યું છે.
હોલમાર્ક યુનિક આઈડીફીકેશન નંબર હોવો ફરજિયાત કરાયો
1 એપ્રિલ 2023 થી તમામ સોનાના દાગીના અને કલાકૃતિઓમાં હોલમાર્ક યુનિક આઈડીફીકેશન નંબર હોવો ફરજિયાત કરાયો છે. જે અગાઉ એવું માનવામાં આવતું હતું કે નવા દાગીના અથવા સોનાની વસ્તુ ખરીદવા પર જ હોલમાર્કિંગ લાગુ થશે. પરંતુ હવે ઘરમાં રહેલા જુના દાગીના પર પણ Hallmarking હોલમાર્કિંગ લાગુ કરવામાં આવી શકે છે. જો આમ ન કરવા પર ઘરમાં રહેલ સોનુ ધૂળ સમાન બની જશે.
હોલમાર્કિંગ Hallmarking કેન્દ્રમાંથી કોઈપણ જ્વેલરીનું પરીક્ષણ
એક રિપોર્ટ અનુસાર સરકારના આ નિયમને પગલે હવે ગ્રાહકોએ હોલમાર્ક ગોલ્ડ જ્વેલરી હોય તેને વેચતા પહેલા અથવા નવી ડિઝાઇન માટે એક એકસચેન્જ કરતા પહેલા ફરજિયાત પણે હોલમાર્ક Hallmarking કરાવવું આવશ્યક કરાયું છે. જુના ઘરેણાને હોલમાર્કિંગ કરવા માટે ગ્રાહકો પાસે બે વિકલ્પ અપાયા છે. જેમાં બીઆઈએસ રજીસ્ટર જ્વેલર્સ પાસેથી જુના અને અનહોલમાર્કિંગ જ્વેલર્સ પાસેથી તેની ચકાસણી કરવી શકાય છે અને સોનાના ઘરેણાને બીઆઈએસ એટલે કે હોલમાર્કિંગ સેન્ટરમાં હોલમાર્ક કરાવવા માટે લઈ જશે. ત્યારબાદ ગ્રાહકો માટે બીજો વિકલ્પ બીઆઈએસ માન્ય પ્રાપ્ત હોલમાર્કિંગ કેન્દ્રમાંથી કોઈપણ જ્વેલરીનું પરીક્ષણ અને હોલમાર્કિંગ Hallmarking કરાવવાનો અપાયો છે.
હોલ માર્કિંગ માટે ઘરેણાઓની સંખ્યા પાંચ કે તેથી વધુ હોય તો ગ્રાહકોએ જ્વેલર્સને એક દાગીના દીઠ 45 રૂપિયા ચૂકવવા પડશે. ચાર પીસ હોલમાર્ક કરાવવા માટે રૂપિયા 200 ચૂકવવા પડશે જ્યારે બીઆઈએસ દ્વારા માન્યતા પ્રાપ્ત હોલમાર્કિંગ Hallmarking સેન્ટર પર જ્વેલસ તપાસ કરશે અને તેને પ્રમાણપત્ર આપશે. ત્યારબાદ ગ્રાહક પોતાના જૂના દાગીના આ પ્રમાણપત્રને આધારે ક્યાંય પણ વેચી શકશે.