Talati Exam 2023 : ગુજરાતમાં શાંતિપૂર્ણ માહોલમાં તલાટીની પરીક્ષા સંપન્ન

Talati Exam 2023 : તલાટીની પરીક્ષા માટે 17 લાખ ઉમેદવારોએ ફોર્મ ભર્યું હતું જે બાદ 8.65 લાખ ઉમેદવારોએ પરીક્ષાનું કન્ફર્મેશન આપ્યું હતું

રાજ્યભરમાં શાંતિપૂર્ણ માહોલમાં તલાટીની પરીક્ષા પૂર્ણ

Talati Exam 2023 : ગુજરાતમાં આજે શાંતિપૂર્ણ માહોલમાં તલાટીની પરીક્ષા પૂર્ણ થઈ છે. વિગતો મુજબ અત્યાર સુધી કોઈ પણ ગેરરીતિની ઘટના નહીં હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, ગુજરાતનાં 30 જિલ્લાના 2 ,694 કેન્દ્ર પર પરીક્ષા યોજાઈ હતી. રાજ્યભરમાં આજે તલાટીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિગતો મુજબ 3,437 પદ માટે યોજાયેલ આ તલાટી પરીક્ષામાં 2, 694 કેન્દ્ર પર ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આજે બપોરે સાડા 12થી 1:30 વાગ્યા સુધી યોજાયેલ આ પરીક્ષામાં તમામ કેન્દ્ર પર વીડિયોગ્રાફી કરવામાં આવી હતી. આ સાથે પરીક્ષામાં ઈલેક્ટ્રોનિક ઉપકરણ લઈ જવા પર પ્રતિબંધ ફરમાવાયો હતી.

Talati Exam 2023 : ગુજરાતમાં 3,437 પદ માટે યોજાયેલ આ તલાટી પરીક્ષા માં 17 લાખ ઉમેદવારોએ તલાટીની પરીક્ષા માટે ફોર્મ ભર્યું હતું. જોકે બાદમાં 8.65 લાખ ઉમેદવારોએ પરીક્ષાનું કન્ફર્મેશન આપ્યું હતું. આજે સવારે 11 વાગ્યાથી જ પરીક્ષાર્થીઓ કેન્દ્ર આગળ હાજર થઈ ગયા હતા. તલાટી પરીક્ષા માટે જિલ્લા,તાલુકા કક્ષાએ પણ સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી હતી.

Talati Exam 2023 : ઉમેદવારો માટે તમામ સુવિધાઓ કરાઇ

તલાટીની પરીક્ષાને અનુલક્ષીને તંત્ર દ્વારા ઉમેદવારોને કોઈ અગવડ ન પડે તે માટે તમામ સુવિધાઓ કરાઇ હતી. આ સાથે વાહનવ્યવહારથી લઈને કેન્દ્ર સુધી પહોંચવા માટેની વ્યવસ્થા કરાઇ હતી. તો વળી હેલ્પલાઈન નંબર પણ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં દરેક ડિવિઝનના કંટ્રોલ રૂમ અને કમાન્ડ કંટ્રોલ રૂમ સેન્ટરના નંબર પણ મળી રહે તેવી વ્યવસ્થા પણ ગોઠવાઈ હતી. આ સાથે રેલવેએ વધારાની 9 ટ્રેન મુકી તો GSRTCએ 619 બસ મુકી હતી. તલાટીની પરીક્ષાને ઉમેદવારોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. વિગતો મુજબ ગુજરાતનાં 2697 પરીક્ષા કેન્દ્રમાં 28,814 વર્ગખંડમાં પરીક્ષા યોજાઈ હતી. મહત્વનું છે કે, તલાટીની પરીક્ષાને લઈ શનિવારથી જ પરીક્ષાર્થીઓ રવાના થયા હતા અને આજે વહેલી સવારથી જ પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચતા દેખાયા હતા. પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા માટે ખૂબ જ ઉત્સાહિત હતા, પરંતુ સાથેસાથે તેમના પરિવારજનો પણ એટલા જ ઉત્સાહિત દેખાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *