
અમૃત મહોત્સવની તૈયારી ને આખરી ઓપ
અહેવાલ : સી.ડી.કરમશીયાણી
શ્રી ઉમિયા માતાજી મંદિર વાંઢાય – કચ્છ ખાતે આગામી તા 27/03/23થી30/03/23 એમ ચાર દિવસીય ભવ્યાતિભવ્ય અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. કડવા પાટીદાર જ્ઞાતિનાં કુળદેવી નું સ્થાનક શ્રી ઉમિયા માતાજી મંદિર વાંઢાય ને 75 વર્ષ પૂર્ણ થતાં આ અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ તો અહી પર યજ્ઞ શાળા નું નિર્માણ વાંસ માંથી બનાવાયું છે. સાથેજ સમગ્ર યજ્ઞ શાળા ના પટ પર ગાય ના ગોબર માંથી લીંપણ કરાયું છે.જે ઋષિ પરંપરા ની જાખી કરાવે છે.

અહી ખાસ નોંધનીય બાબત એ છે કે આ મહોત્સવ દરમ્યાન વાંઢાય ની ધરતી પર પ્રથમ વખત સહશત્રચન્ડી યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે. આ સહસ્ત્ર ચંડી યજ્ઞ નાં પાઠનો શુભારંભ આજે એટલેકે 24/03/23 નાં રોજ મહાયજ્ઞના આચાર્ય શ્રી દિલીપભાઈ જોષી સાથે અન્ય ભુદેવો તેમજ સંસ્થાના પ્રમુખ ટ્રસ્ટીઓ તેમજ ઉત્સવ સમિતિ ના વિવિધ હોદેદારોની હાજરીમાં કરવામાં આવ્યો.

આ મહોત્સવમાં તા.28/03/23 મંગળવાર નાં રોજ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ..કેન્દ્રીય મંત્રી – ભારત સરકાર શ્રી પુરુષોત્તમ ભાઈ રૂપાલા,ભુજ વિસ્તાર નાં ધારા સભ્ય શ્રી કેશુભાઈ પટેલ ,કચ્છ જીલ્લા પંચાયત નાં પ્રમુખ શ્રી પારુલ બેન કારા,કચ્છી લેવા પટેલ સમાજ ના પ્રમુખશ્રી વેલજીભાઈ પીડોરિયા જેવા અન્ય રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.
તો ઉત્સવ દરમ્યાન ભજનાનંદ આશ્રમ – બોટાદ વાળા શ્રી આત્માનંદ સરસ્વતીજી પણ અન્ય સ્થાનિક સંતો સાથે 27/03/23 નાં ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવશે. તો મહોત્સવ દરમ્યાન વિવિધ રાત્રી કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે.
આ મહોત્સવ ને આડે હવે માત્ર બે જ દિવસ બાકી છે ત્યારે તેની તૈયારી ને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ભવ્ય રીતે ઉજવવા જઈ રહેલા આ અમૃત મહોત્સવમાં દેશ દેશાવરથી બહુ મોટી સંખ્યા માં કડવા પાટીદાર ભાઈઓ પધારવાના છે. ત્યારે વિશાળ જન સમૂહ ને ધ્યાને રાખી મોટા મોટા ડોમ બનાવવા મા આવ્યા છે.સંસ્થાના પ્રમુખ ટ્રસ્ટીઓ તેમજ ગામે ગામના મહિલા મંડળો અને યુવક મંડળો આ અમૃત મહોત્સવ ને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.