
મોબાઈલ ચોરીનો સીલસીલો યથાવત, વધુ ૫ ગુના ગુના નોંધાયા નિલમબાગ અને ઘોઘારોડ પોલીસ મથકમાં ફરીયાદ દાખલ ભાવનગરમાં મોબાઈલ ચોરીનો સીલસીલો થમવાનું નામ જ ન લેતો હોય તેમ વધુ પાંચ મોબાઈલ ચોરી મામલે નિલમબાગ અને ઘોઘારોડ પોલીસ મથકમાં ફરીયાદો નોંધાવા પામી છે. જાણવા મળ્યા મુજબ શહેરના વિજયરાજનગરમાં રહેતા રેખાબેન જેન્તીભાઈ ગોળકીયાએ ગત તા. ૨૭.૯ના રોજ તેઓનો મોબાઈલ ઘરની બારીમાં મુક્યો હતો. ત્યાથી કોઈ શખ્સ ચોરી કરી નાસી ગયો હતો. જ્યારે પાલીતાણાના પાંપપીપળા ગામે રહેતા ખીમજીભાઈ મીઠાભાઈ સોલંકી ગત તા.૨૮.૭ના રોજ ભાવનગર રોજ ભાંગલીગેટથી રીક્ષામાં બેસી વ્યવહારીક કામ પુરૂ કરી પરત જવા વિજય ચોકમાં આવી ઉતરી પોતાનો એસ ટી સ્ટેન્ડ ગયા હતા તે વેળાએ મોબાઈલ રીક્ષાની સીટ પર જ મુકી જતા બસમા ચડવા જતા કોઈ શખ્સ મોબાઈલ રહેતા કોઈ શખ્સ ચોરી કરી નાસી સેરવી રફુચક્કર બન્યો હતો. તેમજ છુટ્યો હતો. સિહોરના સરકડીયા ગામે રહેતા સુર્યદિપસિંહ વજુભા સરવૈયા ને ગત તા ૧૭.૨ના રોજ એક્ષટર્નલ ડીપાર્ટમેન્ટમાં પરીક્ષા હોય જેથી પરિક્ષા આપવા જતી વેળાએ તેઓનો ફોન બેગમાં મુકી ગયા હતા. ત્યાંથી કોઈ શખ્સ ચોરી કરી ગયો હતો. જ્યારે શહેરના વડા તલાવડીમાં રહેતા જાગૃતીબેન જગદિશભાઈ ડાભી અને તેના દિકરા બન્ને ગત તા. ૪.૧ના અન્ય બનાવમાં ઘોઘારોડ પર આવેલ એકલવ્ય ભીલ સોસાયટીમાં રહેતા હાર્દીકભાઈ મનુભાઈ ડગીયા ગત તા. ૪.૦૧ના રોજ તેના ઘરમા ટીવી ઉપર ચાર્જીંગમાં મુકેલ ફોન કોઈ શખ્સ ચોરી ગયો હતો. ઉક્ત ચોરીના બનાવ અનુસંધાને નિલમબાગ પોલીસ મથકમાં ચાર જ્યારે એક ઘોઘારોડ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવા પામી હતી.