રાજ્યસભામાં રાજનાથ: જાહેરાત કરતાં કહ્યું- LAC પર સમજૂતી થઈ, પેંગોંગથી ચીની સેના પીછે હટ કરશે; ભારતે કંઈ જ ગુમાવ્યું નથી

ભારત અને ચીનની સેનાઓ લદ્દાખમાં લાઈન ઓફ એક્ચુઅલ કંટ્રોલ પરથી હટવા માટે તૈયાર થઈ ગઈ છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે ગુરુવારે રાજ્યસભામાં આ માહિતી આપી. તેમણે કહ્યું કે, પેંગોંગના નોર્થ અને સાઉથ વિસ્તારમાં ડિસએન્ગેજમેન્ટની સમજૂતી થઈ ગઈ છે. જો કે, હાલ પણ અમુક વિવાદ બાકી છે. ચીન સાથે વાતચીતમાં આપણે કંઈ ગુમાવ્યું નથી.
રક્ષા મંત્રીએ કહ્યું કે, ભારતીય સેનાએ તમામ પડકારોનો સામનો કર્યો છે. ઘણા વિસ્તારોને ચિન્હિત કરાયા છે, જ્યાં આપણી સેનાઓ હાજર છે. લદ્દાખના ઊંચા શિખર પર પણ આપણી સેનાઓ હાજર છે, એટલા માટે આપણું વર્ચસ્વ છે. જે શહીદોના પરાક્રમ પર ડિસએન્ગેજમેન્ટ આધારિત છે, તેમને આ દેશ યાદ રાખશે.

ચીને ગત વર્ષે LAC પર દારૂ ગોળો ભેગો કર્યો હતો
રક્ષામંત્રીએ કહ્યું કે, ચીન દ્વારા ગત વર્ષે એપ્રિલ-મે મહિના દરમિયાન ર્ઈસ્ટર્ન લદ્દાખની સીમા પાસે મોટીસંખ્યામાં સેના અને ગોળા-બારુદ ભેગો કરી લીધો હતો. ચીને LAC પાસે ઘમી વખત ટ્રાન્સપ્લેશનનો પણ પ્રયાસ કર્યો હતો. આપણી સેનાએ એ તમામ સશસ્ત્ર પ્રયાસોનો વળતો જવાબ આપ્યો. આ ગૃહ સાથે આખા દેશ એવા શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી, જેમણે સીમાની રક્ષા કરતા બલિદાન આપ્યું હતું.
રાજનાથે એવું પણ જણાવ્યું કે, ગત વર્ષે સપ્ટેમ્બરથી બન્ને પક્ષો(ભારત-ચીન)વચ્ચે મિલેટ્રી અને ડિપ્લોમેટિક વાતચીત ચાલી રહી છે.અમારું લક્ષ્ય છે કે LAC પર ડિસએન્ગેજમેન્ટ અને યથાસ્થિતિ (Status Quo) યથાવત થાય, જેથી શાંતિ ફરીથી સ્થાપિત થઈ શકે.
ચીનના કારણે સંબંધો પર અસર પડી
ગત વર્ષે સરહદ પર ચીન દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાથી શાંતિ પર પ્રતિકૂળ અસર પડી છે. જેનો પ્રભાવ ભારત અને ચીનના સંબંધો પર પણ પડી છે. ગત વર્ષે વિદેશ મંત્રી જયશંકરે ચીની વિદેશ મંત્રી અને NSA અજીત ડોભાલે પોતાના ચીની કાઉન્ટપાર્ટ સાથે વાતચીત કરી હતી. અમે સ્પષ્ટ કરી દીધું છે કે LACના તમામ સેક્શન્સ પર ડિસએન્ગેજમેન્ટ કરવામાં આવે, જેથી શાંતિ જળવાઈ રહે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *