ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે પોસ્ટમાસ્ટર જનરલ (ઉત્તર ગુજરાત ક્ષેત્ર), “સ્પીડપોસ્ટ ભવન”, શાહીબાગ, અમદાવાદ-380004 ની કચેરી ખાતે તારીખ 27.02.2023 (સોમવાર) ના રોજ 11.00 કલાકે ડાક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. આ અદાલતમાં નીતિ વિષયક મુદ્દા સિવાયની ટપાલ સેવાઓને લગતા અન્ય મુદ્દાઓ સબંધિત ફરિયાદો સાંભળી નિકાલ કરવામાં આવશે.
ઉત્તર ગુજરાત ક્ષેત્ર, અમદાવાદને લગતી ટપાલ સેવા સબંધી ડાક અદાલતમાં રજુ કરવાની ફરિયાદો શ્રીમતી એમ. એ. પટેલ, સહાયક નિદેશક ડાક સેવા (એસ. & આઈ.), કંપ્લેઇન્ટ સેક્સન, પોસ્ટમાસ્ટર જનરલ (ઉત્તર ગુજરાત ક્ષેત્ર), સ્પીડપોસ્ટ ભવન, શાહીબાગ, અમદાવાદ-380004ને તારીખ 23.02.2023 (ગુરુવાર) સુધીમાં મળી જાય તે રીતે મોકલવાની રહશે. નિર્ધારિત સમયમર્યાદા બાદ મળેલ ફરિયાદો ધ્યાનમાં લેવામાં આવશે નહિ. ફરિયાદ સ્પષ્ટ અને મુદ્દાસર હોવી જરૂરી છે. નીતિ વિષયક આધારિત મુદ્દાઓની સુનાવણી હાથ ઉપર લેવામાં આવશે નહિ. તદુપરાંત ફરિયાદની અરજીમાં એક કરતા વધારે મુદ્દા કે વિષયનો સમાવેશ ના હોવો જોઈએ.