અસુદુદીન ઓવેસી ૪ ફેબ્રુઆરીએ આવશે ગુજરાત


અમદાવાદ અને ભરૂચમાં કરશે ચૂંટણી પ્રચાર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચાર અર્થે આવશે ગુજરાત
AIMIMએ કર્યું છે બીટીપી સાથે જોડાણ

ઓલ ઇન્ડિયા મજલીસ એ ઇતિહાદ ઉલ મુસલમીન્સ એટલે કે એઆઈએમઆઈએમના સુપ્રીમો અને હેદ્રાબાદના સાંસદ અસુદુદીન ઓવેસી આગામી ૪ ફેબ્રુઆરીએ ગુજરાત આવશે.તેઓ અમદાવાદ અને ભરૂચમાં ચૂંટણી પ્રચાર સભાને પણ સંબોધન કરશે.
૨૧ અને ૨૮ ફેબ્રુઆરીએ અનુક્રમે ગુજરાતમાં છ મહાનગર પાલિકા અને જીલ્લા તેમજ તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાવાની છે.ત્યારે ઉત્તરપ્રદેશ અને બિહારમાં પ્રવેશ કર્યા બાદ હવે એઆઈએમઆઈએમએ ગુજરાતમાં પણ પગપેસારો કરવાની યોજના બનાવી છે. જે અંતર્ગત સ્થાનિક ભારતીય ટ્રાઈબલ પાર્ટી બીટીપી સાથે ગઠબંધન પણ કર્યું છે. હવે ચુંટણીને આડે એક મહિના કરતા પણ ઓછો સમય રહ્યો છે ત્યારે કે એઆઈએમઆઈએમના સુપ્રીમો અને હેદ્રાબાદના સાંસદ અસુદુદીન ઓવેસી આગામી મહીને ગુજરાત આવી રહ્યા છે.
સુત્રોના જણાવ્યા અનુસાર આગામી ૪ ફેબ્રુઆરીએ કે એઆઈએમઆઈએમના સુપ્રીમો અને હેદ્રાબાદના સાંસદ અસુદુદીન ઓવેસી અમદાવાદ આવશે. તેઓ અમદાવાદ અને ભરૂચમાં ચુંટણી સભાને પણ સંબોધન કરશે.અમદાવાદ મહાનગર પાલિકાના લધુમતી અને અનુસુચિત જાતિની પ્રભુત્વ વાળા ૧૫ વોર્ડમાં એઆઈએમઆઈએમ ઉમેદવાર ઉભા રાખશે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે એઆઈએમઆઈએમએ ગુજરાતમાં પક્ષની કમાન કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સાબિર કાબલીવાલાને સોંપી છે. જેઓ અમદાવાદના જમાલપુર બેઠક પરથી ધારાસભ્ય રહી ચુક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *