
વિજય સંકલ્પ કાર્યક્રમ અંતર્ગત દેશના પ્રધાનસેવક અને વૈશ્વીકનેતા નરેન્દ્રભાઇ મોદી સાહેબે આજે દાહોદ ખાતે વિશાળ જનમેદનીને સંબોધી.
લોકપ્રિય પ્રધાનસેવક નરેન્દ્રભાઇ મોદી સાહેબે સંબોધન કરતા જણાવ્યું કે, આ દાહોદે હું જેટલી વખત આવ્યો દરેક વખતે જૂના રેકોર્ડ તોડયા છે. ખૂબ મોટી વિરાટ જન સંખ્યા જોઇને લાગે છે કે આ વખતે દાહોદે નક્કી કર્યુ છે કે ભાજપની સરકાર બની ગઇ. આજે મારા માટે આનંદની પળ છે કે જે ધરતી પર જીવનના પ્રારંભીક વર્ષોમાં સાઇકલ પર ફરી ને કામ કરતો ત્યારે આજે અંદાજે 45 વર્ષે પણ અંહીના લોકોએ એટલો જ પ્રેમ અને આશિર્વાદ આપી રહ્યા છે આનાથી મોટુ સદભાગ્ય કશું ન હોય.
મોદી દાહોદ,પંચમાહલ અને આદિવાસી જીલ્લા અંગે સંબોધન કરતા જણાવ્યું કે, આ વિસ્તાર એક પ્રકારે ઇતિહાસના ના પન્નામાં ભલે ન ચમક્યો, આઝાદી પછી જે ન્યાય મળવો જોઇએ તે ભલે ન મળ્યો હોય પરંતુ આ ધરતીએ , અંહીના આદિવાસીભાઇઓએ સર્વોચ્ચ બલિદાન આપ્યા છે. આ વિરોની ધરતી દેશના આઝાદી માટે મર મીટનારા લોકોની ધરતી છે. પેઢી દર પેઢી રાષ્ટ્રભક્તિની પ્રેરણા આપનાર ગોવિંદ ગુરુને વંદન કર્યા.

મોદી જનતાને ઇશ્વર કહી સંબોધતા વધુમાં જણાવ્યું કે, આ ચૂંટણીમાં જનતાએ ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ભાજપની સરકાર બનાવવા જે રીતે આશિર્વાદ આપી રહ્યા છો તે બદલ એડવાન્સમાં આપ સૌનો આભાર માની રહ્યો છું. આ ચૂંટણી તો ગુજરાતની જનતા ભાજપને જીતાડવાની છે હું નથી જીતાડતો. મારા માટે આ જનતા જનાર્દન ઇશ્વરનો અવતાર છે. જેટલી વાર માથુ ટેકવવાની તક મળે ત્યારે પુણ્ય જ મળે અને એટલે તમારા આશિર્વાદ લઇ પુણ્ય કમાવવા આવ્યો છું બાકી વિજય તો તમારા મતથી થવાનો જ છે અને તમારો વટ પણ પડવાનો છે.. કોંગ્રેસ વાળાને જીત પાકિ લાગે તો જનતાની સામે પણ ન જુવે પરંતુ ભાજપ જીત 200 ટકા પાકી હોય તો પણ જનતાના પગે પડે અને પડે, કોંગ્રેસ અને ભાજપમાં આ ફરક છે. તમે મને સત્તા પર નથી બેસાડયો, તમે મને સેવાનું કામ સોપ્યું છે હું એક સેવક તરીકે સેવાદારનું કામ કરુ છું. જેમ હું મારુ કર્તવ્ય નિભાઉ છું મતદાતાઓને મળી આશિર્વાદ લઉ છું તેમ આ દેશનો દરેક નાગરિક પણ તેમનું કર્તવ્ય નિભાવે. જો દરેક વ્યક્તિ તેનું કર્તવ્ય નિભાવે તો આ દેશને આગળ જતા કોઇ ન રોકી શકે. આ ચૂંટણીમાં આપણા બધા નાગરિકોનું કર્તવ્ય છે કે પોલીંગ બુથ પર જઇને બટન દબાવી મત દબાવી લોકતંત્રની સેવા કરવાની અને કમળને મત આપીને ભાજપ અને ગુજરાતની સેવા કરવાનું કર્તવ્ય સૌએ નિભાવવાનું છે.

મોદી વધુમાં જણાવ્યું કે, આદિવાસી સમાજનું કોંગ્રેસે આઝાદી પછી પંચાયતથી પાર્લામેન્ટ સુધી વર્ષો સુધી સત્તા ભોગવી પણ એમને કયારેય આદિવાસીઓની યાદ ન આવી. કોંગ્રેસ વાળા ચૂંટણી આવે એટલે આદિવાસીઓની વાત કરી મત લઇ જતા રહે. આ દેશમાં ઢગલા બંધ રાષ્ટ્રપતિ થઇ ગયા પરંતુ કોંગ્રેસના લોકોને કયારેય કોઇ આદિવાસીને રાષ્ટ્રપતિ બનાવવાનો વિચાર ન આવ્યો. ભારતીય જનતા પાર્ટીએ પહેલી વાર દેશમાં આદિવાસી રાષ્ટ્રપતિ તેમા પણ મહિલા રાષ્ટ્રપતિ બનાવી આખા દેશમાં સંદેશો આપ્યો છે.