માળીયા હાટીના માં ખૂન કેસમાં દસ વર્ષથી નાસ્તો આરોપી ઝડપાયો હતો

વિધાનસભાની ચૂંટણી અંતર્ગત નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા પોલીસ તંત્ર દ્વારા કરાતી સઘન ચેકિંગ ઝુંબેશ અંતર્ગત જુનાગઢ પેરોલફલોરસ્કોડે સોમનાથ મંદિર પાસે ચેકિંગ કામગીરી દરમિયાન સાધુના વેશમાં રખડતા ભટકતા માળીયા હાટીના અમરાપુર ગામના ભરત નાથ બાપુનાથ આય પંથી બાવાજીને ઝડપી પૂછપરછ હાથ ધરતા આરોપીએ માળિયા હાટીના પોલીસ સ્ટેશનમાં વર્ષ 2012માં નોંધાયેલ ખૂન કેસમાં સંડોવણી હોવાની કરેલ કબુલાતને પગલે દસ વર્ષથી નાસ્તા હોવાનું સામે આવ્યું હતું

માળીયાહાટીના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના ખૂન કેસમાં દસ વર્ષથી નાસી પોલીસથી બચવા સાધુના વેશમાં ભટકતા અમરાપુરના આરોપીને સોમનાથ મંદિર પાસેથી ઝડપી માળીયાહાટીના પોલીસ ને હવાલે કર્યો હતો આ આરોપી 10 વર્ષ પહેલા ખૂનના કેસમાં સંડોવાયો હતો તે દરમિયાન દસ વર્ષથી પોલીસના સકંજામા આવ્યો ન હતો તે પોલીસથી નાસ્તો ફરતો હતો પરંતુ સોમનાથ મંદિર પાસે ચેકિંગ કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન તે આરોપી સાધુના વેશમાં આવી પહોંચ્યો હતો ત્યારે તેની પૂછપરછ કરવામાં આવી હતી તે દરમિયાન તેમણે કબુલ કર્યું હતું કે દસ વર્ષથી પોલીસથી ભાગતો ફરતો હતો પોલીસે તેને પકડી લઈ જેલમાં નાખ્યો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *