માંગનાથમાં દિન દહાડે ઉઘાડી લુટ ભવનાથમાં બેફામદાદાગીરીથી શહેરની શાંતિપ્રિય જનતાની ઊંઘ હરામ

જુનાગઢ એટલે ગઝલગઢ પણ આ ગઝલગઢ માંથી ગુંડાગઢ બની રહેલા ઐતિહાસિક શહેર જૂનાગઢમાં રહેતી શાંતિપ્રિય જનતા પરેશાન છે ભવનાથ તીર્થ ક્ષેત્રમાં વેટરનરી કોલેજના તબીબી વિદ્યાર્થીઓને માર મારવાની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં માંગનાથ રોડ ઉપર બજારના વેપારીઓએ ગુંડાગીરીથી ત્રાસી જઈ વિધાનસભા ચૂંટણીમાં મતદાનના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે છેલ્લા કેટલાક સમયથી બનતી ઘટનાઓ સાબિત કરે છે કે જો પ્રજાના પ્રતિનિધિઓ ધ્યાન નહીં આપે તો જૂનાગઢ ગુંડાઓનું ગઢ બની જતા વાર નહીં લાગે વેટરનરી કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભવનાથ વિસ્તારમાં ઝઘડો કરી દાતારરોડ ઉપરથી પસાર થતી વખતે કરવામાં આવેલા હુમલામાં ત્રણ વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે

પણ આ મામલે લુખ્ખા તત્વો સામે કોઈ કાર્યવાહી ન થતા રોષ જોવા મળી રહ્યો છે નેતાઓ ચૂંટણીમાં મતદારોને આકર્ષવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે જૂનાગઢની ઐતિહાસિક બજાર ગણાતા ભવનાથ રોડ વિસ્તારમાં વેપાર કરતાં વેપારીઓએ ગુંડાગીરીથી ત્રસ્ત થઈને આખરે લોકશાહીના સૌથી મોટા પર્વમાં મતદાનનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે વેટરનરી તબીબો પણ આવું જ વિચારી રહ્યા છે ત્યારે જૂનાગઢની શાંતિને હણી લેનાર મુઠીભર તત્વોને ઝેર કરવામાં નહીં આવે તો લોકોની મુશ્કેલીઓ વધશે તેવી દહેશત વ્યક્ત થઈ રહી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *