AAP ના CM કેન્ડીડેટ જાહેર થતા માંડવી માં કાર્યકરોએ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી

AAP ના CM કેન્ડીડેટ જાહેર થતા માંડવી માં કાર્યકરોએ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી

AAP ના CM કેન્ડીડેટ જાહેર થતા માંડવી માં કાર્યકરોએ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી

ઈશુ દાન ગઢવી AAP ના CM કેન્ડીડેટ જાહેર થતા લાયજા રોડ ખાતે AAP ના અગ્રણીઓ એ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી

આમ આદમી પાર્ટી (AAP) દ્વારા મુખ્યમંત્રીના ચહેરા તરીકે ઈશુદાનભાઈ ગઢવીનું નામ જાહેર થતાં આમ આદમી પાર્ટી ના કૈલાશદાન ભાઈ ગઢવી લાયજા રોડ ખાતે આપ કાર્યાલયથી ઈશુદાનભાઈ ગઢવીના શુભેચ્છાઓ આપી હતી. આમ આદમી પાર્ટી (AAP) ના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરાઈ હતી લાયજા રોડ સ્થિત બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમાએ ફૂલહાર અર્પણ કરી ઈશુદાન ભાઈ ગઢવી ના સમર્થનમાં કાર્યકરોએ નારા લગાડ્યા હતા પંજાબથી આવેલ ધારાસભ્ય સહિત અગ્રણીઓએ ઈશુદાન ભાઈ ને મીડિયા મારફતે શુભેચ્છાઓ પાઠવી હતી.

ઈસુદાન ગઢવીને 73 ટકા મત મળ્યા હતા: કેજરીવાલ
કેજરીવાલે કહ્યું કે, ‘આજે ગુજરાતના ઈતિહાસ માટે સૌથી મહત્વનો દિવસ છે. 27 વર્ષ સુધી લોકો પાસે કોઈ વિકલ્પ ન હોતો. ત્યારે આજે ગુજરાત પરિવર્તન ઇચ્છી રહ્યું છે. આજે લોકોને એક નવો વિકલ્પ મળ્યો છે. આમ આદમી પાર્ટી નવી પાર્ટી છે. નવું એન્જીન છે. અમે રૂમમાં બેસીને નક્કી નથી કરતા કે CM કોણ હશે. પંજાબની જનતાએ CM ઉમેદવાર નક્કી કર્યા છે. ગુજરાતમાં લાગી રહ્યું છે છે કે આમ આદમી પાર્ટી આવી રહી છે. ત્યારે ગુજરાતમાં દરેક સર્વે ખોટા પડશે અને આમ આદમી પાર્ટીની સરકાર બનશે. અમે જ્યારે સર્વે કર્યો તેમાં 16.48 લાખ લોકોએ મત આપ્યો. જેમાંથી ઈસુદાન ગઢવીને 73 ટકા મત મળ્યા.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *