ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ માટે કેબિનેટમાં પ્રસ્તાવ પાસ, ચૂંટણી પહેલા સરકારનો સૌથી મોટો દાવ


ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ માટે કેબિનેટમાં પ્રસ્તાવ પાસ, ચૂંટણી પહેલા સરકારનો સૌથી મોટો દાવ

ગુજરાતમાં ચૂંટણી પહેલા અંતિમ કેબિનેટ બેઠકમાં સરકારનું સૌથી મોટું એલાન, યુનિફોર્મ સિવિલ કોડ માટે લેવાયો નિર્ણય

ગુજરાત ચૂંટણીની તારીખોનું એલાન થોડા દિવસમાં જ થઈ શકે છે ત્યારે વર્તમાન સરકારની અંતિમ કેબિનેટ બેઠકમાં અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાને લઈને સરકારે કેબિનેટ બેઠકમાં પ્રસ્તાવ પસાર કર્યો છે. 

આ મામલે હર્ષ સંઘવીએ જણાવ્યું કે નાગરિકોની માંગને લઇને સરકાર દ્વારા આજે યુનિફોર્મ સિવિલ કોડ મામલે નિર્ણય લેવાયો છે અને રાજ્યમાં તમામ નાગરિકો માટે કાયદો સમાન હોય તે માટે  બંધારણના પ્રકરણ 4 ની કલમ  44 અંતર્ગત કમિટીની રચના કરવામાં આવશે.

ઉત્તરાખંડની પેટર્ન ગુજરાતમાં અપનાવાશે 

નોંધનીય છે કે ઉત્તરાખંડમાં પણ ચૂંટણી પહેલા ભાજપ સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડને લઈને જાહેરાતો કરવામાં આવી હતી અને તે બાદ સરકાર બન્યા પછી કાયદો પસાર કરવામાં આવ્યો હતો. હવે એ જ પેટર્નથી ગુજરાતમાં પણ સરકાર પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહી છે જેને લઈને આગામી ટૂંક જ સમયમાં મોટી જાહેરાત થઈ શકે છે.

શું કહ્યું પરશોત્તમ રુપાલાએ ? 

વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપનો માસ્ટર સ્ટ્રોક સમાન આ યુનિફોર્મ સિવિલ કોડને લઈને કમિટીના ગઠન અંગે તમામ અધિકારી- મુખ્યમંત્રીને જણાવાયું છે.ચૂંટણીની આચારસંહિતા લાગુ થાય તે પહેલા કમિટીના ગઠન અંગે પણ પરશોત્તમ રુપાલાએ શૂર પુરાવ્યો હતો.પરશોત્તમ રુપાલાએ વધુમાં જણાવ્યું કે  રામ મંદિર, ધારા 370, યુનિફોર્મ સિવિલ કોડ ખૂબ જૂના મુદ્દા છે. જેમાં ઘણા નાગરિકો યુનિફોર્મ સિવિલ કોડને અભાવે અન્યાય સહન કરતા હતા અને દાયકાઓથી યુનિફોર્મ સિવિલ કોડ ને લઈને લોકોના મનમાં અસંતોષ પણ હતો. આજ સુધી જીએસટીના તમામ  તમામ નિર્ણય સર્વાનુમતે જ થયા હોવાનું પણ રૂપાલાએ ઉમેર્યું હતુ. સરકાર સર્વાનુમતે  નિર્ણય લે છે તે લોકશાહીની તાકાત છે. 

શુ છે યૂનિફોર્મ સિવિલ કોડ ?

▪️યૂનિફોર્મ સિવિલ કોડથી દરેક ધર્મ માટે એક સમાન કાયદો બને અમલી

▪️દેશમાં અત્યારે અલગ-અલગ ધર્મ માટે છે પર્સનલ-લૉ

▪️દરેક ધર્મના પર્સનલ-લૉમાં એકરૂપતા લાવવાનો ઉદ્દેશ્ય

▪️દેશના દરેક નાગરિક માટે એક સમાન કાયદાની જોગવાઈ

▪️દરેક ધર્મ, જાતિ માટે એક સમાન કાયદાની જોગવાઈ

▪️યૂનિફોર્મ સિવિલ કોડથી એક નિષ્પક્ષ કાયદો બને જેને કોઈ ધર્મ સાથે નિસ્બત ન રહે 

▪️બંધારણમાં અનુચ્છેદ 44માં યૂનિફોર્મ સિવિલ કોડનો ઉલ્લેખ

▪️અનુચ્છેદ 44 અંતર્ગત યૂનિફોર્મ સિવિલ કોડ લાગૂ કરવાની જવાબદારી રાજ્યોની પણ છે

▪️યૂનિફોર્મ સિવિલ કોડમાં લગ્ન, છૂટાછેડા અને સંપત્તિની વહેંચણીમાં તમામ ધર્મો માટે એક જ કાયદો લાગુ થશે

▪️યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થયા બાદ દરેક ધર્મના લોકો માટે એક સરખો કાયદો આવી જશે 

▪️યૂનિફોર્મ સિવિલ કોડ કાયદો લાગુ કરવાની જવાબદારી રાષ્ટ્રની છે

▪️આજ સુધી આ કાયદો લાગુ થઇ શક્યો નથી

▪️ભાજપ અને RSS પહેલાંથી સમાન યૂનિફોર્મ સિવિલ કોડની કરે છે તરફેણ

▪️યુનિફોર્મ સિવિલ કોડ દુનિયાના મોટા ભાગના વિકસિત દેશોમાં લાગુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *