રાજકારણમાં આવ્યો ત્યારથી કેટલાક લોકો મને અડચણ રુપ બન્યા – પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ

રાજકારણમાં આવ્યો ત્યારથી કેટલાક લોકો મને અડચણ રુપ બન્યા છે તેમ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે મહેસાણાં એક કાર્યક્રમના ઉદઘાટન પ્રસંગે જણાવ્યું હતું. ચૂંટણી નજીક આવતા નિતીન પટેલ પૂર્વ નાયબ મુખ્યમંત્રી સક્રીય બન્યા છે. ત્યારે કેટલાક નિવેદનો પણ તેમના સામે આવી રહ્યા છે. 

મહેસાણામાં સરદાર પટેલ સ્ટેડીયમનું લોકાર્પણ નીતિન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે, સારા કામો કરો એટલે અડચણરુપ થવાની. 


જ્યારે 1977માં હું કડી નગરપાલિકામાં સભ્ય બન્યો ત્યારથી લઈ દરેક પ્રસંગે અડચણરુપ વ્યક્તિ મળતા જાય છે. એવા નકારાત્મક વ્યક્તિઓને સાથે રાખીને પણ ચાલ્યા છીએ પરંતુ જનતાએ મને સાથ આપ્યો છે તેમ નિતીન પટેલે કહ્યું હતું.

આ છે સ્ટેડીયમની વિશેષતા –
11 કરોડના ખર્ચે અત્યાધુનિક સ્ટેડીયમ મહેસાણામાં બનાવવામાં આવ્યું છે. 5000 હજાર પ્રેક્ષકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે. 5 પિચ ક્રિકેટ માટેની બનાવાઈ છે. આ ઉપરાંત બાસ્કેબોલ અને ટેનિસ રમવાની પણ સુવિધા છે.



મહેસાણા એટલે સાણા – નીતિન પટેલ

મહેસાણા એટલે અમે ‘સાણા’ બાકી તમે જે છો એ તમે જાણો છો તેમ પણ નીતિન પટેલે કહ્યું હતું.  આપણને ગૌરવ છે કે આપણે આ વિસ્તારના છે કેમ કે, પીએનું જન્મ સ્થળ મહેસાણા જિલ્લો છે. અમિત શાહ માણસાના એટલે એમના જન્મ વખતે મહેસાણા જિલ્લામાં જ માણસા આવતું હતું. પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પણ મહેસાણાના જ છે. આવા ખમતીધરો મહેસાણાએ આપ્યા છે. જ્યારે જે સમય આવે સે સમયે જે નિર્ણય કરવાનો થાય એ તમે જાણો છો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *