ભરૂચ ન.પા ના માજી સભ્ય મનહર પરમાર આમ આદમી પાર્ટી માં જોડાતા રાજકીય માહોલ ગરમાયો

આપ ના મન….ભરૂચ ન.પા ના પૂર્વ નગર સેવક મનહર પરમાર આમ આદમી પાર્ટીમાં જોડાયા,દ કેજરીવાલે પહેરાવ્યો ખેસ…

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ વિવિધ રાજકીય પક્ષ માં નેતાઓ ની અવરજવર શરૂ થઇ છે,તેવામાં ભરૂચ ખાતે પણ કંઇક આજ પ્રકારની સ્થિતિ નું સર્જન થયું છે,ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં કેટલાય નેતાઓની અવરજવર શરૂ થઇ છે,એક પાર્ટી નો સાથ છોડી બીજી પાર્ટીમાં જવાની બાબત છેલ્લા બે માસ થી જિલ્લામાં જામી છે,

ભરૂચ નગર પાલિકા વોર્ડ નંબર ૮ ના માજી નગર સેવક મનહરભાઈ પરમારે આમ આદમી પાર્ટી નો ખેસ ધારણ કરી પાર્ટીમાં પર્વેશ કર્યો છે,દિલ્હી ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ની ઉપસ્થિતી માં મનહર ભાઈ પરમારે આપ નો ખેસ ધારણ કરતા ભરૂચ વિધાનસભા બેઠક ના રાજકીય સમીકરણો બદલાય તેવી સ્થિતિ નું સર્જન થયું છે, મહત્વની બાબત છે કે મનહર ભાઈ પરમાર ભરૂચ નગર પાલિકા ના વોર્ડ નંબર ૮ માંથી એક ટમ સુધી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાઈ આવી નગર સેવક તરીકે ની સેવાઓ આપી ચુક્યા છે,તો ન.પા ની બીજી ટમ માં તેઓને હાર નો સામનો કરવાનો વારો આવ્યો હતો,

જે બાદ તેઓ ફરી એક વાર હવે આપ નો ખેસ ધારણ કર્યો છે,તેવામાં રાજકીય ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે કે શું ભરૂચ વિધાનસભા બેઠક ઉપર મનહર પરમાર ને ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટી જાહેર કરી શકે છે..?તેવી બાબતો હાલ મનહર પરમાર ના આપ માં પ્રવેશ બાદ થી ચર્ચાનું કેન્દ્ર બની છે,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *