
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનો આજે 36મો દિવસ છે. આજે તેમણે ચિત્રદુર્ગના બોમાગોંડાનહલ્લીથી કોંગ્રેસના કાર્યકરો સાથે પગપાળા યાત્રા શરૂ કરી હતી. તેમની સાથે કર્ણાટક કોંગ્રેસના ઘણા મોટા નેતાઓ પણ સામેલ હતા. તમિલનાડુના કન્યાકુમારીથી શરૂ થયેલી રાહુલની આ સફર અત્યાર સુધીમાં 925 કિમી ચાલી ચુકી છે. આ યાત્રા 12 રાજ્યોમાંથી પસાર થઈને કાશ્મીરમાં સમાપ્ત થશે.

આ પહેલા ગઈકાલે ચિત્રદુર્ગમાં જ એક સભા દરમિયાન રાહુલે ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે તેઓ મોટા પાયે સરકારી મિલકતોના ચાલી રહેલા ખાનગીકરણ સાથે સહમત નથી. રાહુલે કહ્યું કે જો તેમની પાર્ટી સત્તામાં આવશે તો જાહેર ક્ષેત્રના ઉપક્રમો (પીએસયુ)ના ખાનગીકરણને મંજૂરી આપશે નહીં. ભૂતપૂર્વ કોંગ્રેસ પ્રમુખે કહ્યું કે જો સત્તામાં આવશે, તો તેમની પાર્ટી રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે એક વ્યૂહરચના તૈયાર કરશે, જે યુવાનો માટે રોજગાર સુનિશ્ચિત કરશે. તેઓ કર્ણાટકના લગભગ 1,800 યુવાનો સાથે બેરોજગારી પર વાત કરી રહ્યા હતા.

નોંધનીય છે કે રાહુલ ગાંધી ભારત જોડો યાત્રાથી આગામી બે વર્ષ બાદ આવનાર લોકસભાની ચૂંટણીની તૈયારી શરુ કરી દીધી છે જો કે આ પહેલા આવતી જુદા જુદા રાજ્યોની વિધસનાભાની ચૂંટણીમાં કોંગ્રેસના રાહુલ ગાંધી સક્રિય ન હોવાથી કોંગ્રેસને ફટકો પડી શકે છે.