પાણીજન્ય રોગો પર કાબુ મેળવવા માંગ કરાઇ
આણંદ જિલ્લાના સોજીત્રા નગરપાલિકા વિસ્તારમાં ઘણા દિવસોથી પાણીજન્ય રોગો થી લોકોને ઝાડા ઉલટીના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે
સોજીત્રા નગરપાલિકા વિસ્તારોમાં સફાઈની કામગીરી ન થતી હોવાથી ઝાડા , ઉલટીના કેસો હોસ્પિટલમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. તાત્કાલિક ધોરણે રોગચાળો કાબુમાં આવે તે બાબતે કાર્યવાહી કરવા ન વિધાનસભા કોગ્રેસ પક્ષ નેતા અને આકલાવના ધારાસભ્ય અમિતભાઈ ચાવડાએ કલેકટરને પત્ર લખીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને જિલ્લા આરોગ્ય અધિકારી આણંદને પણ લેટર મોકલવામાં આવ્યું છે. આ પત્રમાં ત્વરિત આવા રોગો પર કાબૂ મેળવવા અને સમગ્ર વિસ્તારમાં સફાઈ મુદ્દે કામગીરી કરવા સહિતની બાબતો નો ઉલ્લેખ કરાયું છે.