સાપુતારામાં ગમખ્વાર અકસ્માત, 5નાં મોત, 35 ઘાયલ

ફાઈલ ફોટો ck news
ફાઈલ ફોટો ck news

સાપુતારામાં ગમખ્વાર અકસ્માત, 5નાં મોત, 35 ઘાયલ:ચારધામ યાત્રાએથી પરત ફરતી ખાનગી બસ 35 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, 48થી વધુ યાત્રાળુ સવાર હતા

ડાંગ જિલ્લાના સાપુતારા ઘાટ માર્ગમાં આજે વહેલી સવારે 4 વાગે ગંભીર અકસ્માત થયો છે. જેમાં 5 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય કેટલાક પ્રવાસીઓ ઘાયલ થયા છે. સાપુતારાથી અઢી કિલોમીટર તરફ જતાં રસ્તામાં માલેગામ ફોરેસ્ટ ગેસ્ટહાઉસની સામેના ઘાટમાં નાશિક તરફથી આવતી એક ખાનગી બસ 35 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ બસમાં મધ્યપ્રદેશના 48 જેટલા પ્રવાસી સવાર હતા. ઇજા પામનાર મુસાફરો પૈકી 35 જેટલા ઘાયલોને CHC શામગહાન સરકારી દવાખાનામાં લઈ જવામાં આવ્યા છે. જેમાંથી ગંભીર રીતે ઇજા પામનાર કુલ 7 મુસાફરને આહવા ખાતે તેમજ એક મુસાફરને સુરત રીફર કરવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં પોલીસ અધિકારી તેમજ એડિશનલ કલેક્ટર ઘટનાસ્થળે પહોંચીને બચાવ અને રાહતકાર્ય હાથ ધર્યું છે.

મૃતકોના નામ

1 રતનલાલ જાટવ (ડ્રાઈવર)

2 ભોલારામ કોસવા

3 બીજરોની યાદવ (પપ્પુ)

4 ગુડ્ડીબાઇ રાજેશ યાદવ

5 કૈલાશબાઈ બિરપાલ યાદવ

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *