સુરતમાં રહેતા વ્યક્તિનો રાજકોટ માધાપર પાસે પ્લોટ આવેલો હતો. આ પ્લોટના બોગસ દસ્તવેજ કરી ફરિયાદીના મૃતક પિતા અને મોટાબાપુને જીવિત બતાવી બોગસ આધારકાર્ડ અને સહી કરી ચાર શખ્સોએ કીમતી જમીન પચાવી પાડી જેથી આ ચાર વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગનો ગુનો પોલીસમાં નોંધાવ્યો હતો જેથી પોલીસે શોધખોળ હાથ ધરી છે. મળતી વિગત અનુસાર સુરતમાં અડાજણમાં રહેતા અને રિલાયન્સ કંપનીના એન્જિનિયરએ ગાંધીગ્રામ પોલીસમાં ચાર સામે બોગસ દસ્તાવેજ બનાવી જમીન પડાવી લેતા તેને ફરિયાદ નોંધાવી છે. સુરતમાં નોકરી કરતા મુકેશભાઇ જાનીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની રાજકોટના માધાપર ગામે બિનખેડાણ વાળો વારસાઇ પ્લોટ આવેલો છે. આ કિંમતી પ્લોટને ભૂમાફિયા મધુકાંત શાહે ૨૦૧૯માં ખોટું કુલમુખત્યારનામું બનાવ્યું હતું. અને અલ્તાફહુશેન સૈયદને દસ્તાવેજ કરી આપી વેચાણ કરવા માટે કાવતરું ઘડી મૃતક પિતા અને મોટાબાપુના બોગસ આધારકાર્ડના આધારે નવો દસ્તાવેજ બનાવ્યો હતો. જેમાં પિતા, મોટાબાપુને જીવિત બતાવી દસ્તાવેજમાં સાક્ષી તરીકે બતાવ્યા હતા. આમ દસ્તાવેજ કર્યા હોવાની જાણ થતાં અને તેને ખરા તરીકે ઉપયોગ કરી ખુલ્લા પ્લોટનું વેચાણ કરી જમીન ફરતે દીવાલ બનાવી પચાવી પાડી હતી. આ બનાવની ૨૦૧૯માં જાણ થયા બાદ કલેક્ટર તંત્રમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા માટે અરજી કરી હતી. જેના આધારે કલેક્ટર તંત્રે બનાવની તપાસ કરી હતી. તેમાં ઉપરોક્ત ભૂમાફિયાઓએ કૌભાંડ આચર્યાનું ખૂલતા પોલીસને લેન્ડ ગ્રેવિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધવા આદેશ કર્યો.
