
માંડવીમાં જાયન્ટ્સ ગ્રુપનો 257મો આરોગ્ય કેમ્પ સફળ આયોજન કરાયું
માંડવી ખાતે જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવી દ્વારા આરોગ્યલક્ષી સેવાકીય પ્રવૃત્તિઓ અંતર્ગત હિમોગ્લોબીન તપાસણી, આરોગ્ય માર્ગદર્શન અને નિઃશુલ્ક દવા વિતરણનો 257મો કેમ્પ તા. 29 માર્ચ 2026, રવિવારના રોજ શિવશાંતિ ક્લિનિક, લાખાસર ચોક ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો.
આ કેમ્પ કાયમી દાતા સ્વ. પ્રેમજી નારાણ છભાડિયાના સહયોગથી આયોજિત કરવામાં આવ્યો હતો, જે તેમની સેવાભાવનાને જીવંત રાખવાનો એક સરાહનીય પ્રયાસ છે. “સેવા પરમો ધર્મ”ના સૂત્રને સાકાર કરતાં સંસ્થાએ સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી હતી.
કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને હિમોગ્લોબીન તપાસણી સાથે યોગ્ય આરોગ્ય માર્ગદર્શન તેમજ નિઃશુલ્ક દવાઓનો લાભ લીધો હતો. નિદાન માટે ડૉ. હાર્દિક પંડ્યાએ પોતાની સેવાઓ આપી હતી.
કાર્યક્રમને સફળ બનાવવા માટે પરિન વાંજા, પરાગ પરમાર, પનુભાઈ ચાવડા, જીતુ સચદે, વિસનજીભાઈ ગરવા, રાજેશ સોની, યોગેશ ત્રિવેદી અને પ્રેમજીભાઈ ભાટીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવીના આરોગ્ય ચેરમેન ડૉ. સંજયભાઈ કોઠારી, પ્રમુખ રાજેશ સોની અને મંત્રી હર્ષ ત્રિવેદીએ કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપનાર તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.