કચ્છ આઠ કોટી સ્થાકવાસી જૈન સંઘ ભુજના આંગણે પ.પૂ.પૂનમચંદ્રજી મ.સા. તથા પ.પૂ.કસ્તુરબાઈ મ.સા.ના સુશિષ્ય પ.પૂ.સુલસાબાઈ મ.સા.એ મનુષ્ય દેહની ક્ષણભંગુરતા જાણીને આ દેહ આપણો સાથ છોડે તે પહેલા આપણે તે દેવનો મોહ છોડી દઈએ અને સાધુના ત્રીજા મનોરથરૂપ સમાધિમરણ સહિત સંથારો કરીને મૃત્યુને મહોત્સવ બનાવી દઈએ એવા ભાવ સાથે તેઓશ્રીએ તા.૯/૪/૨૦૨૪ જાવજીવનો સંથારો લીધો. જે ૩૦માં ઉપવાસે સ્વની જાગૃત્તિ અને સમાધિભાવે સંપન્ન થયેલ. તેઓશ્રીની પાલખી યાત્રા પ્રાણસ્મૃત્તિ સ્થાનક થી નિકળી હતી.
ત્યારબાદ સાંજે પ.પૂ.તારાચંદમુનિ મ.સા. .પ.પૂ.કસ્તુરબાઈ મ.સા..૫.પૂ.પ્રતિક્ષાબાઈ મ.સા..પ.પૂ. સુનીતાબાઈ મ.સા. એ ઉદબોધન કરેલ,કચ્છ આઠ કોટી સ્થાનકવાસી જૈન સંઘ ભુજના પ્રમુખ શ્રી વિનોદભાઈ મહેતા, પૂર્વ પ્રમુખ ઈશ્વરભાઈ દેસાઈના અધ્યક્ષપણા હેઠળ ગુણાનુવાદ સભા યોજાઈ તેમા ધણા બધા વક્તાઓએ ૫.પૂ.મ.ના ગુણોનું વર્ણન કરેલ અને તેમના સંયમ જીવનની અનુમોદના કરેલ ત્યારે કાર્યવાહક પૂ. તારાચંદમુનિશ્રીએ ખુબ જ સરસ વાત કરીકે સંકલ્પથી સિધ્ધિ ક્યારે મળે.તેઓથી એક શ્લોક દ્વારા ફરમાવ્યુ હતુ કે “ સમ્યક વિરકિત હદયે ધરે છે,ને તત્ત્વવેત્તા ગુરૂ ને ભજે છે.દઢ સંકલ્પને સ્વાનુભાવે તેને જ સિધ્ધિ નિયમા મળે છે.
લક્ષ હાંસલ કરવા માટે પ્રથમ તો પ્રભુને અને ગુરૂને પ્રાર્થના કરવી જોઈએ.૫.પૂ.સુલસાબાઈ મ.સા.એ સૌ પ્રથમ પોતાના દેવ અને ગુરૂને પ્રાર્થના કરી કે હવે જયારે આ દેહ મને સંયમ પાલનમાં સાથ નથી આપતો ત્યારે આપ મને આજ્ઞા આપો કે હવે મારે સંથારો લેવો છે.અને જયારે પ્રાર્થના કરવાથી અંત:કરણમાં સ્વયં સ્ફુરણાથી માર્ગદર્શન મળે છે ત્યારે તે માર્ગદર્શન પ્રમાણે દઢ સંકલ્પ સાથે જો પુરૂષાર્થ કરવામાં આવે તો સિધ્ધિ અવશ્ય મળે છે. પ.પૂ.સુલસાબાઈ મ.સા.પણ પોતાના મનોબળને દઢ બનાવી દીધુને ૩૦ દિવસ સુધી મનથી મક્કમ રહયા અને પ્રસન્નતાથી પોતાની પરિણતિને અરિહંતમય બનાવવાનો પુરૂષાર્થ કરતા જ સયા તો અવશ્ય અંતે તેમને સફળતા મળી.માટે કોઈ પણ કાર્યમાં સફળ બનવું હોય તો દઢ સંકલ્પ અને તેને અનુસરોતો પુરૂષાર્થ અવશ્ય કરવો જ રહયો. આ પ્રમાણેનો દિવ્ય સંદેશ પૂ. તાશચંદમુનિએ સમાજને આપેલ હતો.પ.પૂ.સુલસાબાઈ મ.સા.કાળધર્મ પામતા તેમની પાલખીની ધ્વજાની ઉછામળી રૂપિયા અને ધર્મ આરાધના દ્વારા પણ થઈ અને જીવદયાનો ફૂડ પણ થયો. જેમાં જૈન સમાજે સારો પ્રતિસાદ આપ્યો હતો.મહિલા મંડળની બહેનો દ્વારા શ્રધ્ધાજંલી ગીત રજુ કરવામાં આવ્યું હતુ. ગુણાનુવાદ સભાનું સુત્ર સંચાલન શાલીન શાહે કરયુ હતુ.