ખેડૂતો માટે ખાસ સૂચના: ગુજરાતના ત્રણ મોટા માર્કેટ યાર્ડ 31મી માર્ચ સુધી રહેશે બંધ

ખેડૂતો માટે ખાસ સૂચના: ગુજરાતના ત્રણ મોટા માર્કેટ યાર્ડ 31મી માર્ચ સુધી રહેશે બંધ

ગુજરાતના કેટલાક માર્કેટ યાર્ડ દ્વારા ખેડૂતો માટે મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. માર્ચ એન્ડિંગની કામગીરીને કારણે બોટાદ, જામનગર અને ઊંઝા માર્કેટ યાર્ડમાં એક અઠવાડિયા માટે હરાજી બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન માર્કેટ યાર્ડમાં વાર્ષિક હિસાબની કામગીરી હાથ ધરવામાં આવશે. જો કે, પહેલી એપ્રિલ 2025થી યાર્ડની કામગીરી રાબેતા મુજબ શરુ થશે.

બોટાદ માર્કેટ યાર્ડમાં 31મી માર્ચ સુધી તમામ કામગીરી બંધ રહેશે

બોટાદ માર્કેટ યાર્ડમાં માર્ચ એન્ડિંગની કામગીરીને કારણે 25મી માર્ચથી 31મી માર્ચ 2025 સુધી હરાજી બંધ રહેશે. માર્કેટ યાર્ડના ચેરમેન મનહરભાઈ માતરીયાએ જણાવ્યું કે, ‘પહેલી એપ્રિલ 2025થી યાર્ડની કામગીરી રાબેતા મુજબ શરુ થશે. આ દરમિયાન કોઈપણ જણસી ન લાવવી. 25થી 31મી માર્ચ માર્કેટ યાર્ડમાં વાર્ષિક હિસાબની કામગીરી હાથ ધરવામાં આવશે.’

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *