ગુજરાતમાં CNG ગેસના ભાવમાં કરાયો વધારો
ગુજરાતમાં પેટ્રોલ, ડીઝલ, શાકભાજી, ખાદ્યતેલની સાથે સાથે અનેક જીવન જરૂરિયાતી વસ્તુઓના ભાવ વધી રહ્યાં છે. ત્યારે આ વચ્ચે CNG સીએનજીના ભાવમાં વધારો થયો છે. કંપનીએ સીધો જ 1 રૂપિયાનો ભાવ વધારો કર્યો છે. તેના લીધે સીએનજી વાહન ચાલકો પર મોટો બોજો પડશે. પહેલાં સીએનજીનો પ્રતિ કિલો ભાવ 74.26 રૂપિયા હતો જે હવે વધીને 75.26 રૂપિયા પ્રતિ કિલો થયો છે.