કૃષિમંત્રી જીતુ વાઘાણીએ મહત્વની જાહેરાત કરી, “પ્રતિ હેક્ટર 22 હજારની સહાય મળશે”

કૃષિમંત્રી જીતુ વાઘાણી : સરકાર દ્વારા ખેડૂતોના રાહત પેકેજને લઈને જે જાહેરાત કરવામાં આવી છે. તેને લઈને જીતુ વાઘાણી દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી જેમાં તેમણે જણાવ્યું કે ખેડૂતોને પ્રતિ હેક્ટર દીઠ 22 હજારની સહાય આપવામાં આવશે
સરકાર દ્વારા આજે કમોસમી વરસાદને લઈને ખેડૂતોને જે નુકસાન થયું તેને લઈને 10 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. આ પેકેજને અત્યાર સુધીનું ઐતિહાસિક પેકેજ કહી શકાય. આ મુદ્દે કૃષિમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે પહેલી વાર ઐતિહાસિક કહી શકાય તેવું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. સાથે જ તેમણે જણાવ્યું કે આ પ્રકારનો કમોસમી વરસાદ ક્યારેય નથી થયો. જેથી સરકારે ખૂબ વિનમ્ર ભાવે ખેડૂતો માટે પેકેજની જાહેરાત કરી છે.
જીતુ વાઘાણીએ આ પેકેજને કહ્યું કે, “ખૂબ ઝડપથી આ પેકેજ રાહત કરવામાં આવ્યું છે. સહાય રૂપે સરકાર ખેડૂતો સાથે ઊભી છે જેને લઈને મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને માહિતી આપી છે. સૌ પ્રથમ વાર આ પ્રકારનું પેકેજ ગુજરાતમાં જાહેર થયું છે. સાથે જ ખેડૂતોને માર ન પડે તેને લઈને ટેકાના ભાવની ખરીદીનો નિર્ણય પણ સરકારે લીધો છે. જેમાં 15 હજાર કરોડની ખરીદી સરકાર કરશે”. જીતુ વાઘાણીએ આ મામલે એવું પણ કહ્યું કે “ખેડૂતને માર ન પડે તેને લઈને સરકારે આ નિર્ણય લીધો છે.”