આજે બ્લેક ફ્રાઇડે છે. સવારથી ત્રણ દુખદ ઘટનાઓ બની છે. અડધી રાત્રે વિશ્વના સૌથી મહાન ફૂટબોલર્સમાંના એક પેલેના નિધનના સમાચાર આવ્યા હતા. શુક્રવારે સવારે 3.30 કલાકે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું નિધન થયું છે. ત્યાર બાદ ભારતીય ક્રિકેટર ઋષભ પંતની કારને હરિદ્વારમાં અકસ્માત થયો હતો, જેમાં તેને ગંભીર ઇજાઓ થઈ છે.
વિશ્વના મહાન ફૂલબોલરોમાંના એક પેલેનું 82 વર્ષની વયે નિધન થયું છે. તેમના પુત્રી કેલી નાસિમેન્ટોએ ઇન્સ્ટાગ્રામ દ્વારા તેમના નિધનના સમાચાર આપ્યા હતા. પેલેએ બ્રાઝિલને ત્રણ વાર વિશ્વ ચેમ્પિયન બનાવ્યું હતું. તેમણે કેમની કારકિર્દીમાં 1000થી વધુ ગોલ કર્યા છે.
તેમની લોકપ્રિયતા ભારતમાં પણ ઓછી નહોતી. તેઓ જ્યારે 1977માં સૌપ્રથમ વાર કોલકાતા વ્યા હતા, ત્યારે શહેરઆખું પેલેમય થયું હતું. તેઓ ત્યાર બાદ 2015 અને 2018માં પણ ભારત આવ્યા હતા. તેમની લોકપ્રિયતા એટલી બધી હતી કે તેમની મેચ જોવા માટે એક સમયે નાઇજિરિયામાં ગૃહયુદ્ધ પણ રોકવામાં આવ્યું હતું.
ભારતીય ક્રિકેટર ઋષભ પંતની કારને અકસ્માત થયો છે, જેમાં તેને ઇજાઓ થઈ છે. આ અકસ્માત દિલ્હીથી રૂડકી જતા સમયે ગુરુકુલ નારસન ક્ષેત્રમાં થયો હતો. ઋષભ પંતની કારન ડિવાઇડર સાથે અથડાઈ હતી. ત્યાર બાદ કારમાં ભીષણ આગ પણ લાગી ગઈ હતી. આ દુર્ઘટના પછી પંતને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પંતને પગમાં ગંભીર ઇજાઓ થઈ હતી. તેની પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવશે. પંતને મેક્સ દહેરાદૂન રિફર કરી દેવામાં આવ્યો છે.