CTM ડબલ ડેકર ઓવર બ્રિજ પરથી વધુ એક મહિલાએ લગાવી મોતની છલાંગ

અમદાવાદમાં CTMના ડબલ ડેકર બ્રિજ પરથી વધુ એક મહિલા ઝંપાલાવ્યું છે, ગંભીર રીતે ઘાયલ મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.

અમદાવાદ CTMનો ડબલ ડેકર બ્રિજ બન્યો મોતનો બ્રિજ

અમદાવાદનો CTM બ્રિજ આપઘાતનો નવો પોઈન્ટ બન્યો હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. ડબલ ડેકર ઓવર બ્રિજ પરથી વધુ એક મહિલાએ ઝંપલાવ્યું છે. જે ગંભીર રીતે ઘાયલ થયેલી મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.

અમદાવાદના CTM બ્રિજ પરથી વધુ એક ઝંપલાવ્યાની ઘટના સામે આવી છે. ડબલ ડેકર ઓવર બ્રિજ પરથી વધુ એક મહિલાએ ઝંપલાવ્યું છે. ગંભીર રીતે ઘાયલ થયેલી મહિલાનું સારવાર દરમિયાન મોટ થયું છે. ઓવર બ્રિજ પરથી પડતું મુકવાની ઘટનાઓ વધતા ચકચાર મચી જવા પામ્યું છે. બે માસમાં 3થી 4 વ્યક્તિએ આ જ બ્રિજ પરથી ઝંપલાવીને આપઘાત કર્યો છે.

સારવાર દરમિયાન મહિલાનું મોત

અજાણી મહિલાએ ઓવરબ્રિજ પરથી મોતની છલાંગ લગાવી હતી. જે મહિલાને 108 મારફતે સારવાર માટે હોસ્પિટલ ખેસડાઈ હતી. ઓવરબ્રિજ પરથી પડતું મુકવાની ઘટના વધતા તે વિસ્તારમાં અરેરાટી વ્યાપી છે. તમને જણાવી દઈએ કે, આ અગાઉ આજ બ્રિજ પરથી ઝંપાલાવ્યાની ત્રણ ઘટનાઓ સામે આવી હતી.

1 માર્ચે પણ એક યુવતી છલાંગ લગાવી હતી
CTM ઓવરબ્રિજ પરથી 23 વર્ષની યુવતીએ એકા એક છલાંગ લગાવી દીધી હતી. CTM ડબલ ડેકર ઓવરબ્રિજ પરથી યુવતી દ્વારા છલાંગ લગાવી છે. પાપ્ત વિગત મુજબ અગમ્ય કારણોસર છલાંગ લગાવી આત્મહત્યા કરવાની કોશિષ કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યું છે. યુવતીએ છલાંગ લગાવતા યુવતી નીચે પટકાઈ છે. યુવતીને ગંભરી ઈજાઓ થતા તેને તાત્કાલીક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

અગાઉ પણ યુવતીએ CTM બ્રિજ પરથી ઝંપલાવ્યું હતું


થોડા અગાઉ અમદાવાદના CTM ઓવરબ્રિજ પરથી જ યુવતીએ બપોરના સુમારે છલાંગ લગાવી દીધી હતી. CTM ડબલ ડેકર ઓવરબ્રિજ પરથી યુવતી દ્વારા છલાંગ લગાવી આત્મહત્યા કરવાની કોશિષ કરતા સમગ્રે વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. યુવતીએ છલાંગ લગાવતા યુવતી નીચે પટકાઈ હતી અને યુવતીને ગંભરી ઈજાઓ થતા તેને તાત્કાલીક 108 મારફતે મણિનગરની એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. યુવતિને માથાના ભાગે ગંભીર ઈજાઓ તેમજ પગે ફેક્ચર થતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *