ભાવનગર બોરતળાવમાં પાંચ બાળકીઓ ડૂબી, ચારના મોત:ડૂબી રહેલી એક બાળકીને બચાવવા જતા એક બાદ એક પાંચે’ય ડૂબી, એક સારવાર હેઠળ; પરિવારજનોમાં આક્રંદ
ભાવનગરના બોરતળાવ નજીકના વિસ્તારમાં રહેતી બાળકીઓ અને કિશોરીઓ આજે બપોરના સમયે તળાવ કાંઠે કપડા ધોવા અને ન્હાવા માટે ગઈ હતી. આ સમયે તળાવમાં એક બાળકી ડૂબવા લાગતા તેને બચાવવા માટે અન્ય બાળકી અને કિશોરીઓ પાણીમાં કૂદી પડી હતી. તમામ ડૂબવા લાગતા બૂમાબૂમ કરી મૂકી હતી. જેથી નજીકમાં રહેલા લોકોએ ઘટનાસ્થળ પર પહોંચી તમામને બહાર કાઢી સારવાર માટે ખસેડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. હોસ્પિટલ પર પહોંચતા ચાર બાળકીઓને મૃત જાહેર કરવામાં આવી હતી. જ્યારે એકની હાલ સારવાર ચાલી રહી છે.
મૃતકોના નામ
અર્ચનાબેન હરેશભાઈ ડાભી ઉ.વ.આ. 17
રાશીબેન મનીષભાઈ ચારોલીયા ઉ.વ.આ.9
કાંજલબેન વિજયભાઈ જાંબુચા ઉ.વ.આ.12
કોમલબેન મનીષભાઈ ચારોલીયા ઉ.વ.આ.13
સારવાર હેઠળ
કિંજલ મનીષભાઈ ચારોલીયા ઉ.વ.આ.12