WORLD ENVIRONMENT DAY 2025 : વિશ્વ પર્યાવરણ દિવસ 2025 ની ઉજવણી ના ભાગરૂપે માંડવી ના રાવલપીર અને અબડાસા તાલુકા ના સુથરી બીચ ખાતે યોજાયું સફાઈ અભિયાન

WORLD ENVIRONMENT DAY 2025 : વિશ્વ પર્યાવરણ દિવસ 2025 ની ઉજવણી ના ભાગરૂપે માંડવી ના રાવલપીર અને અબડાસા તાલુકા ના સુથરી બીચ ખાતે યોજાયું સફાઈ અભિયાન

WORLD ENVIRONMENT DAY
WORLD ENVIRONMENT DAY

WORLD ENVIRONMENT DAY 2025 : વિશ્વ પર્યાવરણ દિવસ 2025 ની ઉજવણી ના ભાગ રૂપે પર્યાવરણ જાગૃતિ અભિયાનમા ગુજરાત પર્યાવરણ પ્રબંધ સંસ્થાન (ગેમી) દ્વારા ગુજરાતના 17 જેટલા દરીયા કિનારા ને પ્લાસ્ટિક પ્રદૂષણ થી મુક્ત કરવાના ઉદેશ્ય અને લોક જાગૃતી લાવવા સફાઈ અભિયાન ની ઝુંબેશ હાથ ધરવામા આવેલ છે.

WORLD ENVIRONMENT DAY
WORLD ENVIRONMENT DAY

WORLD ENVIRONMENT DAY 2025 : આ અભિયાન અંતર્ગત તારીખ 29/05/2025 ના રોજ માંડવી ના રાવલપીર બીચ ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું જેમાં વન વિભાગ, ગેમી અને GPCB સાથે માંડવી ની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી ના પ્રમુખ શાંતિલાલ ભાઇ ગણાત્રા, ભીમાણી ખાદી ગ્રામ ઉદ્યોગ, ભારત વિકાસ સંસ્થાન, પૃથ્વી ફાઉન્ડેશન જેવા NGOs તેમજ, અદાણી ગ્રુપ, જીંદાલ સ્ટીલ, GHCL, સુમિટોમો, આશાપુરા પોલી પ્લાસ્ટ જેવા ઔદ્યોગિક એકમો તથા માંડવી નગરપાલિકા 95 જેટલા પર્યાવરણ પ્રેમીઓ એ ભાગ લીધો હતો.

આ પ્રસંગે SDM સાહેબ શ્રી ભગીરથસિંહ ઝાલા, મામલતદાર શ્રી વિનોદ ભાઇ ગોકલાણી, GPCB ના પ્રાદેશિક અધિકારી શ્રી નરેશ ચૌધરી, ગેમી ના નાયબ પર્યાવરણ ઇજનેર શ્રી ગુંજન ગુપ્તા તથા મસ્કા ગામ ના પૂર્વ સરપંચ કીર્તિભાઇ ગોરે હાજરી આપી હતી.

WORLD ENVIRONMENT DAY 2025 : સફાઈ અભિયાન ના અંતે 1150 કિલો જેટલો વેસ્ટ એકત્રિત કરવામાં આવેલ હતો જેનો માંડવી નગરપાલિકા દ્વારા યોગ્ય નિકાલ કરવામાં આવ્યો સાથે અભિયાન માં જોડાયેલા દરેક વ્યક્તિએ પર્યાવરણ ના રક્ષણ માટે પ્રતિજ્ઞા લીધી હતી વધુમાં રાવલપીર બીચ ને ટૂંક સમયમાં બ્લુ ફ્લેગ બીચ તરીકે જાહેર કરવામાં આવશે જેની પ્રક્રિયા ચાલુ છે.

આ ઉપરાંત તારીખ 30/05/2025 ના રોજ અબડાસા તાલુકાના સુથરી બીચ ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું જેમાં ગેમી અને GPCB સાથે પશ્ચિમ કચ્છ ખાદી ગ્રામ ઉદ્યોગ જેવા NGOs તેમજ સુથરી અને કોઠારા ગામના 45 જેટલા પર્યાવરણ પ્રેમીઓ એ ભાગ લીધો હતો.

WORLD ENVIRONMENT DAY 2025 : આ પ્રસંગે મામલતદાર શ્રી પારખીયા સાહેબ, ગેમી ના નાયબ પર્યાવરણ ઇજનેર શ્રી ગુંજન ગુપ્તા, GPCB ના પ્રતિનિધિ સોરઠીયા સાહેબ તથા સુથરી ગામના સરપંચશ્રીઓ એ હાજરી આપી હતી.

સફાઈ અભિયાનના અંતે 145 કિલો જેટલો વેસ્ટ એકત્રિત કરવામાં આવેલ હતો.જેનો સુથરી ગ્રામ પંચાયત દ્વારા યોગ્ય નિકાલ કરવામાં આવ્યો. સાથે અભિયાનમાં જોડાયેલા દરેક વ્યક્તિએ પર્યાવરણના રક્ષણ માટે પ્રતિજ્ઞા લીધી હતી. આ ઉપરાંત વૃક્ષારોપણ નો કાર્યક્રમ હાથ ધરાયો હોવાનું માંડવી ની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના મંત્રી દિનેશ ભાઇ શાહે જણાવ્યું હતું.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *