World Diabetes Day 2024 : ગુજરાત ડાયાબિટીસના કેસોમાં દેશના ટોપ-5માં

World Diabetes Day 2024,
World Diabetes Day 2024,

World Diabetes Day 2024 : ગુજરાત ડાયાબિટીસ ના કેસોમાં દેશના ટોપ-5માં

World Diabetes Day 2024 : દર વર્ષે 14મી નવેમ્બરના દિવસને સમગ્ર વિશ્વમાં વર્લ્ડ ડાયાબિટીસ ડે તરીકે ઉજવવામા આવે છે ત્યારે ઈન્ટરનેશનલ ડાયબિટીસ ફેડરેશન દ્વારા આ વર્ષે ડાયાબિટીસના દર્દીઓની માનસિક સ્થિતિને લઈને દેશમાં સર્વે કરવામા આવ્યો હતો. આ સર્વેના તારણો મુજબ ભારતમાં ડાયાબિટીસ સાથે જીવતા લોકોમાંથી ત્રણ ચતુર્થાંશ એટલે કે 86 ટકા લોકોએ માનસિક સ્વાસ્થ્યની સ્થિતિનો અનુભવ કર્યો છે. જેમાથી 61 ટકા લોકોએ તેમની સ્થિતિને કારણે ભેદભાવનો સામનો પણ કર્યો છે.

World Diabetes Day 2024 :ગ્રામ્ય કરતા શહેરોમાં ડાયાબિટીસનું પ્રમાણ વધીને 18 ટકા

વિશ્વના 160 દેશોમાં ફેલાયેલા ઈન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન દ્વારા દર વર્ષે ડાયાબિટીસની બિમારીને લઈને જુદી જુદી થીમ પર સર્વે ક કરવામા આવે છે. આ વર્ષે 9 સપ્ટેમ્બરથી 9 ઓક્ટોબર સુધી મેન્ટલ કન્ડિશનની થીમ પર ડાયાબિટીસના દર્દીઓનો ઓનલાઈન સર્વે કરવામા આવ્યો હતો. આ સર્વેના તારણો મુજબ ભારતમાં ડાયાબિટીસના દર્દીઓમાંથી 86 ટકાએ ડાયાબિટીસને લઈને ચિંતા-ડિપ્રેશન અથવા માનસિક સ્વાસ્થ્યની સ્થિતિનો અનુભવ કર્યો છે. 79 ટકા લોકોને ડાયાબિટીસ સાથેના કોમ્પિલેકેશન્સ વધવાનો ડર છે અને 72 ટકા ડેઈલી મેનેજમેન્ટમાં મુશ્કેલી અનુભવે છે જ્યારે 65 ટકા હેલ્થકેર પ્રોફેશનલ્સની મદદ લે છે. 

World Diabetes Day 2024 : સર્વે મુજબ ડાયાબિટીસ સાથે જીવતી 90 ટકા મહિલાઓ એવું માન્યુ કે પુરુષોની તુલનામાં તેઓને તેમના ડાયાબિટીસના પરિણામે માનસિક ચિંતાનો અનુભવ વધારે થયો હતો. ચિંતા તણાવનું પ્રમાણ પુરુષોમાં 84 ટકા છે. આ સર્વે અને ગુજરાત સહિત દેશમાં ડાયાબિટીસના વધતા પ્રમાણને લઈને ઈન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશનના સાઉથ ઈસ્ટ એશિયા રીજિયનના ચેરમેન ડૉ.બંસી સાબુએ જણાવ્યુ હતું કે આજે ગુજરાત સહિત દેશભરમાં અને વિશ્વમાં ઓટોઇમ્યુન ડિસીઝમાં ખૂબ જ વધારો થયો છે. જેના લીધે થાઈરોડ-ડાયાબીટીસ અને ખાસ કરીને ટાઈપ-1 ડાયાબિટીસનું પ્રમાણ વધ્યુ છે. 

World Diabetes Day 2024

World Diabetes Day 2024 : હાલ દેશમાં દિલ્હી- ચંદીગઢ સહિત સહિતના રાજ્યોમાં ડાયાબિટીસ સૌથી વધુ છે પરંતુ ગુજરાત ડાયાબિટીસના કેસોની સંખ્યામાં દેશમાં ટોપ-5માં છે અને ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં ડાયાબિટીસનું પ્રમાણ 12 ટકા આસાપસ છે ત્યારે શહેરોમાં 18 ટકાની આસપાસ છે. આ ઉપરાંત અગાઉ ટાઈપ-1ના કેસોમાં એક લાખે એક બાળકમાં ડાયાબિટીસ આવતુ પરંતુ હવે ત્રણ બાળકોએ આવે છે. 

World Diabetes Day 2024 : હાલ ભારતમાં 74 મિલિયનથી વધુ લોકો ડાયાબિટીસ સાથે જીવી રહ્યા છે અને 2045માં આ દર ખૂબ જ વધશે. આ સર્વેને લઈને ફેડરેશન દ્વારા સૂચવાયુ છે કે 59 મિલિયનથી વધુ લોકો ડાયાબિટીસને લઈને તેમની માનસિક સ્થિતિને જાળવી રાખવામાં બોજ અનુભવે છે. ડાયાબિટીસ કંટ્રોલમાં ન આવતા હવે દર્દીઓ માનસિક સંતુલન માટે સાયકોલોજીસ્ટ-થેરાપિસ્ટનો પણ સહારો લઈ રહ્યા છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *