Virat Kohli : વિરાટ કોહલીને અમદાવાદમાં ધમકી મળતાં RCBએ તેની પ્રેક્ટિસ મેચ રદ કરી હતી
Virat Kohli : એલિમિનેટર મેચ પહેલા વિરાટ કોહલીને અમદાવાદમાં ધમકી મળતાં RCBએ તેની પ્રેક્ટિસ મેચ રદ કરી હતી. આ સિવાય મેચ પહેલા કોઈ પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં ન આવી. જેનો ખુલાસો એક રિપોર્ટમાં થયો છે. હકીકતમાં IPL 2024 ની એલિમિનેટર મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે 22 મેના રોજ એટલે કે આજે રમાશે. આ મેચમાં હારનાર ટીમ બહાર નીકળી જશે, જ્યારે બીજી ટીમ ક્વોલિફાયર-2માં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે.
Virat Kohli : રિપોર્ટમાં થયો ખુલાસો
Virat Kohli : આ મેચ પહેલા એક રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. રિપોર્ટ મુજબ, વિરાટ કોહલીને ધમકીઓ મળી હતી, જેના કારણે RCBએ પ્રેક્ટિસ મેચ અને પ્રેસ કોન્ફરન્સ રદ કરી દીધી હતી. મળતી માહિતી પ્રમાણે ગત સોમવારની રાત્રે ગુજરાત પોલીસે અમદાવાદ એરપોર્ટ પરથી ચાર શકમંદોની ધરપકડ કરી હતી. જો કે, હજુ સુધી બંને ટીમો તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. કોહલીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રેક્ટિસ રદ કરવામાં આવી હતી.