વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2022 નવી ઉંચાઇઓ સર કરવા તૈયાર

ગાંધીનગર, 31 ડિસેમ્બર, 2021 વાઇબ્રન્ટ ગુજરાતની દસમી એડીશન વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 એ હવે તમામ તૈયારીઓ પુર્ણ કરવાને આરે આવવાની સાથે નવી ઉંચાઇઓ સર કરવા તૈયાર છે. તારીખ 10 થી 12મી જાન્યુઆરીના રોજ યોજાનારી આ મેગા ઇવેન્ટની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. સમિટ માટે પાર્ટનર દેશો પાસેથી, બિઝનેસ લિડર, વિવિધ રાજયોના વડા અને રાજ્ય સરકારો,અને ઉદ્યોગો પાસેથી અભુતપુર્વ પ્રતિસાદ સાંપડયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022ને મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે તારીખ 10મી જાન્યુઆરીએ વિવિધ ક્ષેત્રના નેતાઓ, બિઝનેસ લીડર અને ભારત તથા વિદેશના રોકાણકારોની હાજરીમાં ખુલ્લી મુકશે
આ વિશાળ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-2022માં સૌ પ્રથમવાર પાંચ દેશોના પ્રધાનમંત્રી ખાસ ઉપસ્થિત રહેશે અને તેમાં  તેમાં રશિયાના પ્રધાનમંત્રી મિખાઇલ મિશુસ્ટિન, મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ફિલિપ જેકિન્ટો ન્યુસી, મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ જુગનાથ, નેપાળના પ્રધાનમંત્રી શેર બહાદુર દેઉબા અને સ્લોવેનિયાના પ્રધાનમંત્રી જાનેઝ જાન્સાનો સમાવેશ થાય છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં 26 દેશો પાર્ટનર કન્ટ્રી-દેશ તરીકે જોડાયા છે જે આંતરરાષ્ટ્રીય બિઝનેસ અને જોડાણને વધુ મજબુત બનાવશે. છેલ્લા બે દાયકાથી આ સમિટને પગલે  વિશ્વ માટે ગુજરાતએ ગેટવે ઓફ ઇન્ડિયાની ભુમિકા ભજવી રહ્યુ છે. અગ્રણી દેશો જેવા કે જર્મની, ફ્રાંસ, ઇટલી, કેનેડા, ઓસ્ટ્રેલિયા, જાપાન, રશિયા, ઇઝરાયલ, સિંગાપોર, સ્વિડન, સાઉથ કોરિયા, ડેન્માર્ક, અને ફિનલેન્ડ સહિત અન્ય દેશો સમિટમાં ભાગ લેશે. ઉપરાંત, હજુ વધુ દેશો જોડાઇ રહ્યા છે અને આ દેશો રાજયમાં બિઝનેસની નવી તકો શોધશે. આમ આ દેશો સાથેનો સતત સહયોગ ગુજરાતને એક ગ્લોબલ બિઝનેસ માટેનું  “મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટીનેશન” બનાવે છે.
હાલના કપરાકાળ વચ્ચે પણ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022એ વિશ્વને ગુજરાતમાં રોકાણની તકોના નિદર્શન માટે તૈયાર છે. બિઝનેસના વડા અને સીઇઓની હાજરીમાં વિશાળ સમિટ તમામને આવકાવા તૈયાર છે. આ સમિટમાં અલ્તાન અહેમદ બિન સુલેમ (ડી પી વર્લ્ડ ), ડીડીઅર કાશીમાઇરો (રોસનેફટ), ટોની ફાઉન્ટેન (નયારા એનર્જી લિ.) , તોશિહિરો સુઝુકી (સુઝુકી મોટર કોર્પ ),  ડો. વિવેક લાલ (ગ્લોબલ એટોમીક્સ ગ્લોબલ કોર્પોરેશન),   મઇડા તાડશી (જાપાન બેંક ફોર ઇન્ટરનેશલ કોઓપરેશન), શૈલ ગુપ્તે (બોઇંગ ઇન્ડિયા પ્રા, લિ ) અને વિલીયમ બ્લેર (લોકડીહ માર્ટીન ઇન્ડિયા પ્રા, લિ) ખાસ હાજરી આપશે.

અગ્રણી ભારતીય ઉદ્યોગપતિ આ સમિટમાં હાજરી આપશે તેમાં મુકેશ અંબાણી (આરઆઈએલ), ગૌતમ અદાણી (અદાણી ગ્રુપ), કે એમ બિરલા (આદિત્ય બિરલા ગ્રુપ), સુનિલ ભારતી મિત્તલ (ભારતી એન્ટરપ્રાઇસ), અશોક હિન્દુજા (હિન્દુજા ગૃપ), એન. ચંદ્રશેખરન (ટાટા ગ્રુપ) અને હર્ષ ગોએન્કા (RPG ગ્રુપ) ખાસ હાજરી આપશે. ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓની હાજરીમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટએ ગુજરાતની ઉદ્યોગસાહસિકતાને સાકાર કરવા કટિબધ્ધ છે. સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવા સજ્જ છે. 
વિવિધ સેકટર જેવા કે, એવીએશન, ઓટોમોબાઇલ, ફાઇનાન્સિયલ સર્વિસ, એનર્જી, ડિફેન્સ, રીટેઇલ, અને રિયલ્ટીના અગ્રણીઓ સમિટમાં હાજરી આપશે. તેઓ ગુજરાતમાં રહેલી વિપુલ તકો અને ક્ષમતાઓને વિશ્વ સમક્ષ ઉજાગર કરશે. વાઇબ્રન્ટ સમિટ આગામી સમયના વિકાસ માટેના પાયાનુ ઘડતર કરવાની સાથે રાજયના વિકાસને આગળ ધપાવશે. દેશના આર્થિક-સામાજીક વિકાસમાં ગુજરાતને એક રાષ્ટ્રીય સ્તરે અગ્રેસર રાજય બનાવવાની નેમ સાથે આ સમિટનું વિચારબીજ વર્ષ 2003માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુક્યું હતું. તેના થકી આજે ગુજરાત રાજય ભારતની આર્થિક વૃધ્ધિના કેન્દ્રમાં છે. 

વાઇબ્રન્ટ ગુજરાત સમિટની તૈયારીઓ અંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, સમિટ અંગે અમને મળેલા પ્રતિસાદથી અમે ઉત્સાહિત છીએ અને વિશ્વાસ છે કે ગુજરાત રાજય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતની ઘોષણાને સાર્થક કરશે. આ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022એ તમામ અપેક્ષાઓ પુર્ણ કરવાની સાથે આગામી સમયના વૃધ્ધિનો પાયો મજબુત કરશે. સમિટની તડામાર તૈયારીઓ અંગે રાજયના મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યુ કે, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022  માટે વિશ્વસ્તરે ઉત્સાહ અને રસ જોવા મળી રહ્યો છે. અમને 15 જેટલા વિદેશી પ્રધાનો, ચાર વિદેશના ગવર્નર કે સ્ટેટના વડા અને ગ્લોબલ બ્રાંડના સીઇઓએ સમિટમાં ખાસ હાજરી આપશે તેવી પુષ્ટી તેમણે આપી છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022એ તેમાં ભાગ લેનારા, રાજય અને દેશ માટે નવા કિર્તીમાન સર કરશે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022 ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ ની થીમ પર આત્મનિર્ભર અને એન્ટપ્રાઇઝીંગ ઇન્ડિયા માટે માર્ગ મોકળો કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *