UNIFIED PENSION SCHEME : કેન્દ્ર સરકારે કર્મચારીઓ માટે યુનિફાઈડ પેન્શન યોજના (UPS) કેલક્યુલેટર લોન્ચ કર્યું

UNIFIED PENSION SCHEME : જો તમે સરકારી કર્મચારી છો તો આ સમાચાર તમારા માટે છે. કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓ માટે યુનિફાઈડ પેન્શન યોજના (UPS) કેલક્યુલેટર લોન્ચ કર્યું છે. જેના માટે સરકારી કર્મચારી પોતાના પેન્શન અંદાજની ગણતરી કરી શકે છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ રિટાયરમેન્ટની વય, માસિક બેઝિક પગાર, માસિક યોગદાન, વર્તમાન એનપીએસ કોર્પસ જેવી વિગતોની મદદથી કેલક્યુલેટરમાં એનપીએસ અને યુપીએસની ગણતરી કરી શકે છે.
નાણા મંત્રાલયના અંતર્ગત આવતા ડિપાર્ટમેન્ટ ઓફ ફાઈનાન્સિયલ સર્વિસિઝે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગે જણાવ્યું હતું કે, એનપીએસ ટ્રસ્ટે યુનિફાઈડ પેન્શન યોજના કેલક્યુલેટર રજૂ કર્યું છે. જે એનપીએસ અને યુપીએસ બંને પેન્શનધારકોને પેન્શનનો અંદાજ આપશે. આ કેલક્યુલેટર તેમને ગણતરી કરી સચોટ પેન્શન યોજના પસંદ કરવામાં મદદ કરશે.
UNIFIED PENSION SCHEME : કેન્દ્ર સરકારે હાલમાં જ 1 એપ્રિલ, 2025થી યુપીએસ (યુનિફાઈડ પેન્શન સ્કીમ) લાગુ કરી છે. જે કેન્દ્ર સરકારના તમામ નવા કર્મચારીઓને એનપીએસની તુલનાએ વધુ સ્થિર અને અપેક્ષિત પેન્શન પ્રદાન કરે છે. વધુમાં વર્તમાન એનપીએસના લાભાર્થીઓને પણ યુપીએસમાં ટ્રાન્સફર થવાની તક આપે છે.
આ પેન્શન સ્કીમમાં સુનિશ્ચિત પેન્શન મળે છે. જ્યારે એનપીએસ માર્કેટ આધારિત હોવાથી તેમાં પેન્શનમાં વધ-ઘટ થતી રહે છે. 10 વર્ષની સેવા બાદ કર્મચારીઓને રિટાયરમેન્ટ પર દરમહિને રૂ. 10,000 પેન્શન આપવાની ગેરેંટી આપે છે. જ્યારે 25 વર્ષ સુધી કાર્યરત કેન્દ્રીય કર્મચારીને છેલ્લા પગારના 12 માસના સરેરાશના 50 ટકા રકમ પેન્શન પેટે મળશે. ઉલ્લેખનીય છે, યુપીએસમાં કર્મચારીએ પોતાના મૂળ પગાર અને મોંઘવારી ભથ્થાના 10 ટકા યોગદાન આપવાનું હોય છે. જ્યારે કેન્દ્ર સરકાર 18.5 કા યોગદાન આપે છે.
વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો