TRAILER DRIVER ARRESTED FOR EXCHANGE GOODS : કચ્છમાં ઉત્તમ ગુણવત્તાનો કોલસો ચોરી કરી નબળી ગુણવત્તાનો માલ ભરનાર ટ્રેલર ચાલક ઝડપાયો

TRAILER DRIVER ARRESTED FOR EXCHANGE GOODS : કચ્છમાં ઉત્તમ ગુણવત્તાનો કોલસો ચોરી કરી નબળી ગુણવત્તાનો માલ ભરનાર ટ્રેલર ચાલક ઝડપાયો

 

TRAILER DRIVER ARRESTED FOR EXCHANGE GOODS
TRAILER DRIVER ARRESTED FOR EXCHANGE GOODS

TRAILER DRIVER ARRESTED FOR EXCHANGE GOODS : કચ્છ પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચે અબડાસા તાલુકામાં વાહન ચેકિંગ દરમિયાન કોલસાની હેરાફેરી કરતા એક ટ્રેલર ચાલકને પકડ્યો છે. પોલીસ ઇન્સ્પેકટર એચ.આર.જેઠીની આગેવાનીમાં ટીમે માંડવી તરફથી આવતા ટ્રેલરને રોક્યું હતું. ટ્રેલર ચાલક ફીરોજ છોટુજી કાઠાત (ઉ.વ.24, રહે. લસાડીયા, અજમેર) પાસેથી દસ્તાવેજો તપાસતા ઉત્તમ ગુણવત્તાનો કોલસો હોવાનું જણાવ્યું હતું. પરંતુ ચકાસણી કરતા ટ્રેલરમાં મિક્સિંગ કરેલો કોલસો મળી આવ્યો હતો.

પૂછપરછમાં ફીરોજે કબૂલ્યું કે 27 જુલાઈના રોજ તેણે કંડલા પોર્ટથી ઉત્તમ ગુણવત્તાનો કોલસો ભર્યો હતો. ત્યારબાદ તેના શેઠ ભુરાભાઈ રબારીના કહેવાથી ટ્રેલરને વાડા પર લઈ ગયો હતો. ત્યાં સીલને નુકસાન પહોંચાડ્યા વિના આશરે 12 ટન ઉત્તમ ગુણવત્તાનો કોલસો કાઢી લેવામાં આવ્યો હતો. તેની જગ્યાએ નબળી ગુણવત્તાનો મિક્સિંગ માલ ભરવામાં આવ્યો હતો.

આ ભેળસેળ વાળો માલ અલ્ટ્રાટેક કંપનીમાં ખાલી કરવા માટે જતો હતો. બંને આરોપીઓએ રૂ. 1.32 લાખની કિંમતનો ઉત્તમ ગુણવત્તાનો કોલસો ચોરી કરી કંપની સાથે વિશ્વાસઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ટ્રેલર ચાલક ફીરોજને પકડી લીધો છે જ્યારે તેનો શેઠ ભુરાભાઈ રબારી (રહે. ગાંધીધામ) હજુ ફરાર છે. પોલીસે રૂ. 2.53 લાખની કિંમતનો મિક્સિંગ કરેલો માલ અને રૂ. 15 લાખની કિંમતનું ટ્રેલર (GJ 39 T 9223) જપ્ત કર્યું છે. નલિયા પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *