IPO રોકાણકારો માટે આ સપ્તાહ ઘણું વ્યસ્ત રહેવાનું છે. આ સપ્તાહે પાંચ કંપનીઓના IPO ખૂલશે તો છ કંપનીઓના શેરોની ઘરેલુ માર્કેટમાં લિસ્ટિંગ થશે. આ સપ્તાહે જે IPO ખૂલવાનો છે એમાં ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેન્કનો IPO છે. આ સિવાય જે ત્રણ IPO સબસ્ક્રિપ્શન માટે ખૂલશે, એના શેર SME પ્લેટફોર્મ પર લિસ્ટ થશે. PVC કેબિનેટ અને ફર્નિચર બનાવતી કારા ઇન્ડસ્ટ્રીઝ (KaKa Ind)નો IPO 10 જુલાઈ ખૂલશે. આ IPOમાં રૂ. 55-58ની પ્રાઇસ બેન્ડમાં પૈસા લગાવી શકશો. આ કંપનીના શેરો BSE SME પર લિસ્ટ થશે.
IPO રોકાણકારો માટે આ સપ્તાહ રહશે વ્યસ્ત
આ સિવાય સોલર એનર્જી સોલ્યુશન્સ ઉપલબ્ધ કરાવતી અહાલસોર ટેકનો રૂ. 12.85 કરોડનો IPO 10 જુલાઈએ ખૂલશે. આ ઇશ્યુનો ભાવ રૂ. 157 છે. આ ઇશ્યુ 13 જુલાઈએ બંધ થશે. આ સિવાય સ્ટોકિંગ અને આઉટસોર્સિંગ સર્વિસિસ ઉપલબ્ધ કરાવતી કંપની સર્વિસ કેરનો IPO 14 જુલાઈથી 18 જુલાઈ સુધી ખલ્લો રહેશે. કંપનીએ હજી એની પ્રાઇસ બેન્ક નક્કી નથી કરી. એક ડ્રોન ટ્રેનિંગ કંપની ડ્રોન ડેસ્ટિનેશનનો IPO ગયા સપ્તાહે સાત જુલાઈએ ખૂલ્યો હતો, જે 13 જુલાઈ સુધી ખુલ્લો રહેશે અને ડિજિટલ ટેક સર્વિસિઝ કંપની એક્સિલરેટ BSનો IPO 11 જુલાઈ સુધી ખુલ્લો રહેશે.
વળી, આ સપ્તાહે ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગથી જોડાયેલી સર્વિસિસ આપતી Cyient DLMનું આજે લિસ્ટિંગ હતું, જે રૂ. 401માં લિસ્ટ થયા હતા, જે પછી 426.45નો હાઇ બનાવ્યો હતો. કંપનીનો ઇસ્યુ ભાવ રૂ. 317 હતો. જ્યારે SME સેગમેન્ટમાં આ સપ્તાહે ચાર કંપનીઓનું લિસ્ટિંગ થયું હતું.