માંડવીના આ યુવાનો જીવદયા ના કાર્ય માટે હંમેશા સમર્પિત રહ્યા છે.
માંડવી જી ટી હાઇસ્કુલ 1995 ગ્રુપના યુવાનો હંમેશા જીવ દયા ના કાર્યમાં માટે સમર્પિત રહ્યા છે ગૌવંશ ની સેવા માટે હંમેશા આ યુવાનો તત્પર રહેતા હોય છે ગૌવંશ માટે ઘાતક એવા લમ્પી રોગના કપરા સમયમાં પણ આ યુવાનો ગૌ વંશની વારે આવી અનેક ગૌવંશના જીવ બચાવવા નું પુણ્યશાળી કામ આ ગ્રુપના યુવાનોએ કર્યું હતું.
તદુપરાંત આ યુવાનો પક્ષીઓ,શ્વાનો અને મુક્ બધીરો માટે પણ અવાર નવાર સહયોગ કરતા હોય છે નગર ના છેવાડાના વિસ્તારોમાં જઈ અઠવાડિયામાં એક દિવસ શ્વાનો ને યુવાનો લાપસી પીરસતા હોય છે.
હાલે સંત શ્રી વાલરામજી મહારાજ પાંજરાપોળ રાતા તળાવ ખાતે સંસ્થા દ્વારા 4800 જેટલા ગૌવંશનું નિભાવ કરવામાં આવી રહ્યું છે ત્યારે દાતાઓના સહયોગથી નીલાચારાનું નીરણ યુવાનોએ રૂબરૂ ત્યાં જઈ અને કરાવ્યું હતું અને પાંજરાપોળ ની મુલાકાત લઇ વધુ વિગતો જાણી હતી.
આ આયોજનના દાતા શિવજી હરજી વેકરીયા પરિવાર હસ્તે રમેશભાઈ વેકરીયા રહ્યા હતા
જીવ દયા ના હિમાયતી એવા વિઠ્ઠલભાઈ સોની ના માર્ગદર્શન હેઠળ રાતા તળાવ પાંજરાપોળની મુલાકાત યુવાનોએ લીધી હતી અને આવનારા સમયમાં વધુને વધુ સહયોગા સંસ્થાને કરવાની ખાતરી પણ યુવાનો દ્વારા અપાઈ હતી
જીવદયા ના કાર્ય કરતાં યુવાનો દ્વારા બાળકો માં પણ જીવદયા ના સંસ્કાર નું સિંચન કરાયું હતું.
આ તકે દશઁન ઓઝા,પ્રતિક શાહ, નરેશ ગજ્જરા, રાજીવ શાહ,જયેશ સોની,ચંદ્રેશ માલમ ,નિલેશ ચાપાનેરીયા,અજય ખત્રી, વિઠલ ભાઈ સોની સહિત બાળકો હાજર રહ્યા હતા