THEFT INCIDENTS IN NAKHATRANA : નખત્રાણામાં ખેતરપાળ દાદા ના મંદિરની દાન પેટી તૂટી, ગણા સમયથી ચિભડચોરીની ઘટનાઓથી લોકોમાં રોષ.

THEFT INCIDENTS IN NAKHATRANA : નખત્રાણામાં ખેતરપાળ દાદા ના મંદિરની દાન પેટી તૂટી, ગણા સમયથી ચિભડચોરીની ઘટનાઓથી લોકોમાં રોષ.

THEFT INCIDENTS IN NAKHATRANA
THEFT INCIDENTS IN NAKHATRANA

THEFT INCIDENTS IN NAKHATRANA : નખત્રાણા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ચિભડ ચોરીની ઘટનાઓએ નાગરિકોની ચિંતા વધારી છે. તાજેતરની ઘટનામાં વથાણ ચોકમાં ખેતરપાળ દાદાના મંદિરમાંથી અજાણ્યા શખ્સો દાનપેટી તોડીને રકમ ચોરી ગયા. આ મંદિરને બે વર્ષ પહેલા પણ ચોરોએ નિશાન બનાવ્યું હતું.

 BUS STATION THEFT INCIDENTS IN NAKHATRANA
NAKHATRANA BUS STATION 

પંદર દિવસ અગાઉ નખત્રાણા બસ સ્ટેશન પાસે સોનલ પાન સેન્ટરમાંથી 5000 રૂપિયાની રકમની ચોરી થઈ હતી. એ જ વિસ્તારમાં દિલખુશ ડબલ રોટીની દુકાનમાંથી જલારામ બાપાની અઢી ફૂટની મૂર્તિ પણ ચોરાઈ હતી. જોકે નાની રકમની ચોરીથી પોલીસ ફરિયાદ કરવાનું ભોગ બનનાર લોકોએ ટાળ્યું હતું.

નગરજનોએ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક પોલીસ કાર્યવાહીની માંગ કરી છે. દરમિયાન ખેતરપાલ દાદાના મંદિર સંચાલક દિનેશ ગોસ્વામીએ કહ્યું કે ઘટના અંગેની જાણ મળતા પોલીસ દ્વારા ઘટનાસ્થળે આવી વિવતો મેળવાઈ છે. હાલ પ્રાથમિક ધોરણે તપાસ હાથ ધરાઈ છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *