યુનાઈટેડ નેશન્સની વર્લ્ડ મીટીરોલોજિકલ ઓર્ગેનાઈઝેશને 2022 વર્ષ સંબંધિત તેનો મૂલ્યાંકન અહેવાલ બહાર પડ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 2022માં આખું વિશ્વ જીવલેણ પૂર, દુષ્કાળ અને ગરમીના મોજા સામે ઝઝૂમતું જોવા મળ્યું હતું. વધુમાં રિપોર્ટમાં ચેતવણી આપી છે કે, કાર્બન અને અન્ય ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જન પર નિયંત્રણો હોવા છતાં, હવામાનની પેટર્નમાં નકારાત્મક ફેરફારો અને તમામ પરિમાણો 2060 સુધી અસર કરી શકે છે.
રીપોર્ટમાં ભારતનો ઉલ્લેખ કરતા સંસ્થાએ કહ્યું કે વર્ષ 2022માં ચોમાસાની શરૂઆત સમય પહેલા હતી અને પાછી ખેંચાવામાં પણ વિલંબ થયો હતો. ભારત અને પાકિસ્તાને પણ ચોમાસા પહેલાની ઋતુ દરમિયાન અસાધારણ ગરમ હવામાનનો અનુભવ કર્યો હતો. WMOના અધિકારીના મતે પ્રદૂષણ પહેલાથી જ પર્યાવરણને નોંધપાત્ર નુકસાન પહોંચાડી ચૂક્યું છે, જેના કારણે વિશ્વ પહેલાથી જ ગ્લેશિયર્સ પીગળવાની અને સમુદ્રનું સ્તર વધવાની સ્થિતિમાં ખરાબ હાલતમાં જોવા મળે છે.