અહેવાલ:નિકિતા સક્સેના
હિન્દુ ધર્મમાં મંત્ર જપ માટે જે માળાનો ઉપયોગ કરીએ છીએ એ માળાના પારા ૧૦૮ જ હોય છે. ૧૦૮ પારાની મગમાળા શ્રેષ્ઠ ગણાય છે.શાસ્ત્રોમાં ૧૦૮ સંખ્યાનું અત્યાધિક મહત્ત્વ છે. ૧૦૮ દાણા કે પારાના સૂર્યની કળાઓ અને મનુષ્યના શ્વાસથી ઘેરો સંબંધ છે.
માળામાં ૧૦૮ પારા શું કામ હોય છે ? તેની પાછળ ઘણી ધાર્મિક , જ્યોતિષીય અને વૈજ્ઞાનિક માન્યતાઓ પણ છે.
આવો અહીં આપણે જાણીએ એવી ચાર માન્યતાઓ અંગે , સાથે જ જાણીએ આખરે શું કામ કરવો જોઇએ મંત્ર જાપ માટે માળાનો પ્રયોગ,
સૂર્યની કળાનું પ્રતીક: એક માન્યતા મુજબ , માળાના ૧૦૮ પારા અને સૂર્યની કળાઓને ઘેરો સંબંધ છે.એક વર્ષમાં સૂર્ય ૨,૧૬,૦૦૦ કળાઓ બદલે છે.વર્ષમાં બે વાર પોતાની સ્થિતિ બદલે છે.છ માસ ઉત્તરાયણ રહે છે.છ માસ દક્ષિણાયન રહે છે.આમ સૂર્ય છ માસની એક સ્થિતિમાં ૧૦,૮૦૦૦ વાર કળાબદલે છે.આ સંખ્યા ૧૦,૮૦૦૦ માંથી ત્રણ શૂન્ય હટાવીને માળાના ૧૦૮ મોતી નિર્ધારિત કરાયા છે . આથી , માળામાં ૧૦૮ દાણા શ્વાસ પર પણ આધાર છે.આ સંબંધમાં શાસ્ત્રોમાં કહેવાયું છે એક પૂર્ણ રૂપના સ્વસ્થ વ્યક્તિ દિનભરમાં જેટલી વાર શ્વાસ લે છે , તેનાથી માળાના દાણાની સંખ્યા ૧૦૮ ને સંબંધ છે , સામાન્ય રીતે ૨૪ કલાકમાં એક વ્યક્તિ ૨૧,૬૦૦ વાર શ્વાસ લે છે.દિવસના ૨૪ કલાકમાંથી ૧૨ કલાક વ્યક્તિ દૈનિક કાર્યોમાં વ્યસ્ત રહે છે . બાકીના ૧૨ કલાક શ્વાસ લે છે . ૧૦૮૦૦ વાર આ સમયે દેવી- દેવતાનું ધ્યાન કરવું જોઇએ પરંતુ એ સંભવ નથી થઇ શકતું એટલે ૧૦,૮૦૦ વાર શ્વાસ લેવાની સંખ્યામાં અંતિમ બે શૂન્ય કાઢીને થાય છે.૧૦૮ સંખ્યા નિર્ધારિત કરી છે , આ સંખ્યાના આધારે જપની માળામાં ૧૦૮ પારા હોય છે.
જ્યોતિષની માન્યતાઃ ભાગોમાં વિભાજીત કરાયા છે . આ ૧૨ ભાગોના નામ , મેષ , જ્યોતિષ અનુસાર બ્રહ્માંડને ૧૨ વૃષભ , મિથુન , કર્ક , સિંહ , કન્યા , તુલા , વૃશ્ચિક , ધન , મકર , કુંભ અને મીન છે . આ ૧૨ રાશિઓમાં ૯ ગ્રહ સૂર્ય , ચંદ્ર , મંગળ , બુધ , ગુરૂ , શુક્ર , શનિ , રાહુ અને કેતુ વિચરણ કરે છે . આ ગ્રહોની સંખ્યા ૯ ને રાશિઓની સંખ્યા ૧૨ વડે ગુણવામાં આવે તો ૧૦૮ થાય છે સંપૂર્ણ બ્રહ્માંડનું પ્રતિનિધિત્વ : માળાના દાણાની સંખ્યા ૧૦૮ એ સંપૂર્ણ બ્રહ્માંડનું પ્રતિનિધિત્વ કરે છે.એક અન્ય માન્યતા અનુસાર , ઋષિઓએ માળામાં ૧૦૮ દાણા રાખવા પાછળ જ્યોતિષી કારણ બતાવ્યું છે.જ્યોતિષ શાસ્ત્ર મુજબ , કુલ ૨૭ નક્ષત્ર હોય છે . દરેક નક્ષત્રના ૪ ચરણ હોય છે.આમ, ૨૭ નક્ષત્રોના ૪ ચરણ એ ૧૦૮ જ થાય છે . આમ જોઇએ તો માળાનો એક એક દાણો નક્ષત્રના એક એક ચરણનું પ્રતિનિધિત્વ કરે છે
Nice details