૧લી ફેબ્રુઆરીથી સિનેમા હોલ ખૂલશે, ઓનલાઈન બુકિંગ પર ભાર

મનોરંજન ઈન્ડસ્ટ્રી માટે સારા સમાચાર છે. ૧લી ફેબ્રુઆરીથી સિનેમા હોલ પોતાની પુરી ક્ષમતા સાથે ખૂલી શકશે. આ દરમિયાન કોવિડ પ્રોટોકોલનું પાલન કરવાનું રહેશે અને ઓનલાઈન બુકિંગ પર ભાર આપવામાં આવશે. કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, ડિટેલ ગાઈડલાઈન આજે એટલે કે રવિવારે જાહેર કરાશે.
તાજેતરમાં જ તાંડવ વેબસિરીઝ અંગે થયેલા વિવાદને ધ્યાનમાં રાખતા જાવડેકરે કહ્યું કે, અમને OTT પ્લેટફોર્મ્સના અમુક સિરીયલ્સ અંગે ઘણી ફરિયાદો મળી છે. OTT પર રિલીઝ થનારી ફિલ્મ, સીરિયલ્સ અને ડિઝીટલ ન્યૂઝ પેપર પ્રેસ કાઉન્સિલ એક્ટ અને કેબલ ટેલિવિઝન નેટવર્ક રેગ્યુલેશન એક્ટ અથવા સેન્સર બોર્ડ હેઠળ નથી આવતા. આના માટે અલગથી ગાઈડલાઈન ઝડપથી જાહેર કરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *