CRIME KING NEWS : સુરતના ડિંડોલી વિસ્તારમાંથી કોલ સેન્ટર ઝડપાયું છે, પોલીસે લાખોના મુદ્દામાલ સાથે સંચાલક સહિત 5 શખ્સોની ધરપકડ કરીને જેલના સળિયાની પાછળ ધકેલી દીધા છે.
CRIME KING NEWS : સુરત ના ડિંડોલી વિસ્તારમાંથી કોલ સેન્ટરની આડમાં ડેટા એન્ટ્રીના નામે લોકો પાસેથી રૂપિયા પડાવતા 5 શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે લેપટોપ, મોબાઇલ, સીમકાર્ડ સહિત 3.48 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. સાથે જ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.મળતી માહિતી અનુસાર, શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલી સ્વસ્તિક વિલા સોસાયટીમાં કોલ સેન્ટર ધમધમી રહ્યું હોવાની પોલીસને બાતમી મળી હતી, જેના આધારે પોલીસે દરોડો પાડી ડેટા એન્ટ્રીના નામે લોકો પાસેથી રૂપિયા પડાવતી ટોળકીને ઝડપી પાડી હતી.
CRIME KING NEWS : ફોર્મ ફિલિંગ ડેટા એન્ટ્રીના ઓનલાઇન કામના બહાને ચાલતો હતો વેપલો
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, રાજા પ્રભાકરના નામના શખ્સે પોતાના ઘરે જ જૈન ક્રાફ્ટ સોલ્યુશન નામથી કોલ સેન્ટર બનાવ્યું હતું. જેમાં ગ્રાહકોને ડેટા એન્ટ્રીનું કામ આપવાની લાલચ આપવામાં આવતી હતી. કોલ સેન્ટરમાં નોકરીએ રાખેલા શખ્સોને એક ડેટા આપવામાં આપવામાં આવતો હતો અને ડેટાના આધારે ગ્રાહકોને કોલ અને મેસજ કરી ડેટા એન્ટ્રીના કામના બદલામાં તગડી રકમ આપવાની લાલચ આપવામાં આવતી હતી.
CRIME KING NEWS :500 કરતા વધારે લોકોને શિકાર બનાવ્યા
ડિંડોલી પોલીસે જણાવ્યું કે, કોલ સેન્ટરના શખ્સો ગ્રાહકોને 6 દિવસમાં 650 ફોર્મ ફીંલીગ કરીને આપી દે તો 21,450 રૂપિયા આપવાનું કહેતા હતા અને 6 દિવસમાં કામ પૂર્ણ ન થાય તો સામેથી 6600ની રકમ કંપનીને આપવાનું જણાવતા હતા. જેથી ગ્રાહકો રાતદિવસ મહેનત કરીને આનલાઈન ફોર્મ ફીંલીગ કરી આપી દેતા હતા. પરંતુ આ ટોળકી ફોર્મ ફિંલીગનો ડેટા ડિલીટ કરી નાખતી હતી. જેથી સમયસર ફોર્મ ફિંલીગ ન કરી આપવા બદલ ગ્રાહકોને કાર્યવાહી કરવાની ધમકી આપી 6600 રૂપિય પડાવતી હતી. અત્યાર સુધીમાં આ ટોળકીએ રાજસ્થાન, મધ્યપ્રદેશ, કર્ણાટક સહિતના રાજ્યોમાંથી 500 કરતા વધારે લોકોને શિકાર બનાવ્યા હોવાનું સામે આવ્યું છે.
CRIME KING NEWS : સંચાલક સહિત 5 શખ્સોની ધરપકડ
- રાજા પ્રભાકર નંદરબાર (ઉં.વ 25, રહે.સ્વસ્તિક વિલા, ડિંડોલી)
- અતુલ બોકડે (ઉં.વ 38, રહે. કલ્પના સોસાયટી, ગોડદરા)
- ગૌતમ અમોદે (ઉં.વ 20, રહે. દ્વારકેશનગર, લિંબાયત)
- સુમિત ભગવાન ચૌધરી (ઉં.વ 20, રહે. કલ્પના રો હાઉસ, ગોડદરા)
- કલ્પેશ વાળંદ (ઉં.વ 22, રહે. મહાપ્રભુનગર, લિંબાયત)