રખડતા શ્વાનના ત્રાસ મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજદારે કરી અરજી, વર્ષે 60 હજાર શ્વાન કરવાની ઘટના

રખડતા શ્વાન કરડવાના કિસ્સામાં અમદાવાદમાં જ અંદાજે 60 હજારથી વધુ શ્વાનની કરડવાની ઘટનાઓ સામે આવી છે, ત્યારે રખડતા શ્વાનના ત્રાસ મામલે હાઈકોર્ટમાં અરજી કરાઈ છે.

રખડતા શ્વાનના આતંકની નોંધ હાઈકોર્ટે પણ લીધી છે. રખડતા શ્વાનની પ્રાથમિક જવાબદારી કોર્પોરેશનની હોવાનું અવલોકન ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યું છે. 

રખડતા ઢોર બાદ રખડતા શ્વાનનો પણ આતંક સામે આવી રહ્યો છે. અમદાવાદ શહેરમાં 60 હજારથી વધુ લોકો તેના કારણે ભોગ બને છે. મોટી સંખ્યામાં લોકોને રખડતા શ્વાનનો ભોગ બનવું પડી રહ્યું છે. તાજેતરમાં જ સુરતમાં રખડતા શ્વાને 2 વર્ષની બાળકીને 40 જેટલા બચકા ભરતા તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આ પ્રકારના અન્ય કિસ્સાઓ પણ શ્વાન કરડવાના વારંવાર સામે આવી રહ્યા છે.  
ત્યારે આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી અરજી મામલે હાઈકોર્ટે કહ્યું કે આ જવાબદારી કોર્પોરેશનની છે. આ સાથે પોલીસ અને કોર્પોરેશનની જવાબદારી ઠેરાવી છે. આ બાબતે જરૂરી પગલા પણ લેવા જરૂરી છે તેમ હાઈકોર્ટે અવલોકન કરતા કહ્યું હતું. ગુજરાત હાઈકોર્ટ આ મામલે વધુ સુનાવણી 17 એપ્રિલે મુકરર કરી છે. 

ખસીકરણના કાર્યક્રમો લોકોની આંખોમાં ધૂળ નાખનાર છે તેમ અરજદારે અરજીની અંદર ઉલ્લેખ કર્યો છે. અમદાવાદમાં 60 હજારથી વધુ લોકો રખડતા શ્વાનનો ભોગ બન્યા છે તે વાતનો પણ અરજીની અંદર ઉલ્લેખ કરાયો છે. આ સાથે રક્ષણની જવાબદારી પોલીસ, સરકારની હોવાની અરજીમાં રજૂઆત કરવામાં આવી છે.

અમદાવાદમાં રખડતા શ્વાન ઠેર ઠેર જગ્યાએ જોવા મળી રહ્યા છે ત્યારે આ મામલે ખસીકરણની કામગિરી પણ જનસંખ્યાને કાબુમાં લેવા માટે કરવામાં આવે છે જેથી આ મામલે પણ અરજદારે અરજીમાં સવાલો ઉઠાવ્યા છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *