SRK Shirtless: શાહરૂખ ખાને 55 વર્ષની ઉંમરે બતાવી શર્ટલેસ સ્ટાઈલ,   કિંગ ખાને ફેન્સને કહી આવી વાતો

 

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાને સોશિયલ મીડિયા પર પોતાની શર્ટલેસ તસવીર પોસ્ટ કરીને ગ્લોબલ વોર્મિંગમાં વધારો કર્યો છે. અભિનેતા શાહરૂખે રવિવારે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાની એક તસવીર પોસ્ટ કરી હતી, જેમાં કિંગ ખાન તેની ફિલ્મ ‘પઠાણ’ના લૂકમાં જોવા મળી રહ્યો છે. તસવીરમાં જોઈ શકાય છે કે શાહરૂખ શર્ટલેસ છે અને સોફા પર બંને હાથ જોડીને બેઠો છે. આ દરમિયાન તેણે પોતાનો અડધો ચહેરો હાથ વડે છુપાવી દીધો હતો. આ તસવીરમાં શાહરૂખના લાંબા વાળ છે.

શર્ટલેસ તસવીર શેર કરીને આ વાત લખી
તેના કેપ્શનમાં તેણે લખ્યું, “आज मैं अपनी शर्ट से कह रहा हूं..  तुम होती तो कैसा होता, तुम इस बात पर हैरान होती, तुम इस बात पर कितनी हंसती.. तुम होती तो ऐसा होता..मुझे भी पठान का इंतजार है. 56 વર્ષની ઉંમરમાં શાહરૂખ ખાનની આવી શર્ટલેસ સ્ટાઈલ જોઈને તેના ફેન્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

આવી પ્રતિક્રિયાઓ મળી રહી છે
શાહરૂખે આ તસવીર શેર કરતાની સાથે જ તેના ફેન્સ કોમેન્ટ્સથી ઉભરાઈ ગયા હતા. ફેન્સ તસવીર પર પ્રેમ વરસાવી રહ્યા છે. એક ચાહકે કહ્યું, 2023 તમારું છે અને ફક્ત તમારું છે. તે દર વખતે મને એટલી લાગણીશીલ બનાવે છે કે હું વિચારું છું કે આવતા વર્ષે અમને ત્રણ ફિલ્મો આપવા માટે તમે કેટલી મહેનત કરી રહ્યા છો. મારા હીરોને મારો તમામ પ્રેમ અને આદર.

ફિલ્મ ‘પઠાણ’ માટે વાળ વધાર્યા…
શાહરૂખ ખાન લાંબા સમય બાદ ફિલ્મ ‘પઠાણ’થી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવશે. આ ફિલ્મમાં શાહરૂખ ખાનનો લૂક તેની અત્યાર સુધીની ફિલ્મોના લૂક કરતા અલગ છે. જેમાં કિંગ ખાન લાંબા વાળ કરતો જોવા મળશે. આ ફોટામાં શાહરૂખ ખાનના લાંબા વાળ જ નહીં પરંતુ તેનું શરીર પણ એ વાતનો પુરાવો છે કે શાહરૂખે 8 પેક એબ્સ માટે જીમમાં કલાકો સુધી પરસેવો પાડ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *