અમેરિકી કોર્ટે જણાવ્યું હતું કે, જો કોઈની પાસે H-1B વિઝા છે તો તેના જીવનસાથીને અમેરિકામાં કામ કરવાની છૂટ છે. યુએસ ડિસ્ટ્રિક્ટ જજ તાન્યા ચુટકને સેવ જોબ્સ USA દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી જેને ફગાવી દેવામાં આવી હતી.
નિયમોને નામંજૂર કરવા માટે કોર્ટનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ અરજીનો એમેઝોન, એપલ, ગૂગલ અને માઇક્રોસોફ્ટ જેવી ટેક કંપનીઓએ વિરોધ કર્યો હતો. યુએસએ અત્યાર સુધીમાં લગભગ એક લાખથી વધુ H-1B કર્મચારીઓના જીવનસાથીઓને કામનો અધિકાર જાહેર કર્યા છે જેમાંથી મોટી સંખ્યામાં ભારતીયો છે.
ન્યાયમૂર્તિ ચુટકે તેમના આદેશમાં જણાવ્યું હતું કે, સેવ જોબ્સ યુએસએની પ્રાથમિક દલીલ એ છે કે, કોંગ્રેસે વિદેશી નાગરિકો જેવા કે H-4 વિઝા ધારકોને યુનાઇટેડ સ્ટેટ્સમાં કામ કરવાની મંજૂરી આપવા માટે ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી ઓથોરિટી આપી નથી. ન્યાયાધીશે તેમના આદેશમાં સ્પષ્ટતા કરી કે, કોંગ્રેસે સ્પષ્ટપણે અને ઇરાદાપૂર્વક યુએસ સરકારને H-4 જીવનસાથીના યુનાઇટેડ સ્ટેટ્સમાં રહેવાની અનુમતિપાત્ર શરત તરીકે રોજગાર અધિકૃત કરવામાં આવે.