જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાની સભામાં બ્લાસ્ટ, જ્યારે PM ફ્યુમિયો ભાષણ આપી રહ્યા હતા, તે જ સમયે સ્મોક બોમ્બથી હુમલો કરવામાં આવ્યો
જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાની બેઠકમાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે. જ્યારે પીએમ ફ્યુમિયો ભાષણ આપી રહ્યા હતા, તે જ સમયે સ્મોક બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો. સુરક્ષાકર્મીઓ દ્વારા વડાપ્રધાનને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. પોલીસે સ્થળ પરથી એક વ્યક્તિની ધરપકડ કરી છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેઓ સત્તાધારી લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં ભાષણ આપવાના હતા.
જાપાનના વાકાયામામાં વડાપ્રધાન ફુમિયો કિશિદાની બેઠકમાં બ્લાસ્ટ થયો છે. મીડિયા અહેવાલો મુજબ સ્મોક બોમ્બથી બ્લાસ્ટ કરવામાં આવ્યો છે. જોકે બ્લાસ્ટની ઘટનામાં PM ફૂમિયો કિશિદા સુરક્ષિત હોવાનું સામે આવ્યું છે. આ તરફ બ્લાસ્ટની ઘટના બાદ PM કિશિદાને સુરક્ષિત સ્થળે લઈ જવાયા હતા. આ સાથે હુમલો કરનારા એક આરોપીની ધરપકડ પણ કરાઇ છે.
જાપાનનાં મીડિયા અહેવાલૉ મુજબ વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા વાકાયામા શહેરમાં તેમનું ભાષણ શરૂ કરવાના હતા તે પહેલાં જ આ વિસ્ફોટ થયો હતો.સ્મોક બોમ ફેંકાયા બાદ ચારેબાજુ ધુમાડો છવાઈ ગયો હતો. આ ઘટનાના વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે. ઘટનાસ્થળે એકઠા થયેલા લોકો સુરક્ષિત રીતે ભાગવા માટે દોડતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન સુરક્ષા દળોએ એક વ્યક્તિને પણ પકડી લીધો હતો.