રાજ્યમાં સવારે 9થી સાંજે 6 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાની છૂટ
વેપારીઓ માટે ખુશીના સમાચાર હવે વેપારીઓ ૪ જુનથી સવારે ૯ થી સાંજે ૬ કલાક સુધી દુકાનો ખુલ્લી રાખવાની છૂટ,
રેસ્ટોરન્ટ રાત્રી 10 સુધી હોમ ડિલિવરી કરી શકશે
કોરોના કફર્યું રાત્રે ૯ થી સવારે ૬ સુધી રહેશે.તેમજ રાત્રી કર્ફ્યુની મુદત પણ એક સપ્તાહ લંબાવવામાં આવી..
રાજ્યમાં કોરોના સંક્રમણના ઘટતા જતા પ્રમાણના પગલે રાજ્ય સરકારે મુકેલા આંશિક પ્રતિબંધોમાં ધીમેધીમે છુંટછાટ આપવાનો નિર્ણય કર્યો છે. જે અનુસાર ૪ જુનથી વેપારીઓ સવારે ૯ થી સાંજના ૬ કલાક સુધી દુકાનો ખુલ્લી રાખી શકશે જો કે રાત્રી કર્ફ્યુની મુદત એક સપ્તાહ લંબાવવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલ કોર કમિટીની બેઠકમાં આગામી ૪ જુનથી રાજ્યના 36 શહેરોમાં તમામ દુકાનો વાણિજ્યિક સંસ્થાઓ લારી ગલ્લા શોપિંગ કોમ્પલેક્ષ હેરકટિંગ સલૂન બ્યુટી પાર્લર માર્કેટિંગ યાર્ડ તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ સવારે ૯ કલાકથી વાગ્યાથી સાંજે ૬ કલાક સુધી ખુલ્લા રાખવાની છૂટ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો હતો.
કોર કમિટીમાં લીધેલા નિર્ણય અનુસાર હવે રેસ્ટોરન્ટ દ્વારા કરવામાં આવતી હોમ ડિલિવરી પણ રાત્રે 10 કલાક સુધી થઈ શકશે.જો કે રાજ્યમાં હાલ ૩૬ શહેરોમાં જે રાત્રિ કરફ્યુ અમલમાં છે તેની મુદત પણ વધુ એક સપ્તાહ લંબાવવામાં આવ્યો છે.એટલે કે આ ૩૬ શહેરોમાં ૪ જૂન થી ૧૧ જૂન સુધીના દિવસો દરમ્યાન રાત્રે ૯ કલાકથી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ નો અમલ યથાવત રહેશે…
